SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય સમયસ ૬૯ જ રહેતા હતા. તે કવિવરની વિલક્ષણ કાવ્યકળા જોઈને આનંદ પામતા. પણ આમ વગરની કાવ્યકળા સંસારવૃદ્ધિ કરનારી છે. તેથી કવિવરને તે સને બાર ગ્રંથ આપીને વાંચવાનો આગ્રહ કર્યો. બનારસીદાસ ગ્રંથ અનેક વાર : ગયા પણ પરિણામ વિપરીત આવ્યું. તેઓ શુષ્કજ્ઞાની થઈ ગયા અને બાહ્ય યાઓનો ત્યાગ કરીને પોતાને એકાંત શુદ્ધ માનવા લાગ્યા. આ વિષયમાં બનારસીદાસ પોતે પોતાની આત્મકથામાં લખે છે કે કરની સો રસ મિટ ગયો, ભયો ન આતમ સ્વાદ, ભઈ બનારસી કી દશા, યથા ઊંટ કો પાદ. આ સમયે કવિવરે જ્ઞાન પચ્ચીસી, ધ્યાન બત્તીસી, અધ્યાત્મ બત્તીસી, અને શિવ મંદિર, ઇત્યાદિ અનેક વ્યવહારાતીત ગ્રંથોની રચના કરી હતી. બનારસીદાસ પોતાની મિત્રમંડળી સાથે અધ્યાત્મ ચર્ચામાં લીન રહેતા. પ્રત્યેક વાતને અધ્યાત્મમાં ઘટાવવા પ્રયત્ન કરતા. બનારસીદાસની મંડળીમાં ચંદ્રભાન, ઉદયકરન અને થાનમલજી મુખ્ય હતા. એ સંબંધમાં પોતે લખે છે કે નગન હોંહિ ચારોં જને ફિરહિ કોઠરી માહિ, કહહિં ભયે મુનિરાજ હમ, કછુ પરિગ્રહ નહિ. ઘીરે ઘીરે બનારસીદાસ પં.રૂપચંદજી પાંડેના સત્સંગમાં આવ્યા. પંડિતજીએ તેમને ગોમ્મસાર આદિ શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી. તે વાંચવાથી તેમની એકાંત માન્યતા દૂર થઈ અને વાસ્તવિક તત્ત્વ સમજાયું. એમણે અર્ધ-કથાનકમાં ૯૭૩ દોહરાઓમાં પોતાની આત્મકથા લખી છે. એમનો સમયસાર નાટક હિંદી સાહિત્યનો એક અલૌકિક કાવ્યગ્રંથ છે. એમના સંબંધી વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ બનારસીવિલાસ ગ્રંથ જોવો. A શ્રીમદ્જીએ પત્રાંક પ૨૦ માં બનારસીદાસની દશા આદિનું બહુ સુંદર વિવેચન કર્યું છે. પત્રાંક ૭૮૧ માં શ્રીમદે કીચસી કનક જાકે..” એ કાવ્યનો સુંદર અર્થ કર્યો છે અને પત્રાંક ૭૭૯ માં સમયસાર નાટકમાંથી ત્રણ પદો ઉદ્ભૂત કર્યા છે. કવિવર બનારસીદાસની કવિતાની નિમ્ન લીટી આશ્રમના દૈનિક નિત્યક્રમમાં સ્થાન પામી છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલિ કરે, શુદ્ધતામાં થિર વહે, અમૃતઘારા વરસે. બનારસીદાસ આધ્યાત્મિક કવિ હતા. એ ભક્તિને નહીં, પણ આત્માનુભવને ક્ષનું કારણ માનતા હતા. એ તુલસીદાસને મળેલા અને રામાયણ વિષે એક કાવ્ય લખ્યું હતું. મુસ્લિમ બાદશાહ જહાંગીરના પણ એ મિત્ર હતા. Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy