SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય દિવસ તેઓ ભક્તામર સાંભળવા અપાસરે જઈ ન શક્યા ત્યારે એમણે દાદીને ન જમવાનું કારણ પૂછ્યું. કારણ જાણીને પોતે દાદીને ભક્તામર સંભળાવ્યું હતું. નાની વયમાં પણ દાદી સાથે અપાસરે ભક્તામર સાંભળવાથી એમને યાદ થઈ ગયું હતું. આવી વિલક્ષણ સ્મરણશક્તિ જોઈને ગુરુને લાગ્યું કે આ છોકરો ગૃહસ્થને ત્યાં ન શોભે. મુનિ થાય તો શાસનનો ઘણો ઉદ્ઘાર થાય. એમ વિચારી તે છોકરો મા-બાપ પાસે માગી લીધો અને દીક્ષા આપી. પ્રથમ અવસ્થામાં કરેલા એમના ગ્રંથોમાં ખંડન-મંડનાત્મક પદ્ધતિ અવશ્ય નજરે આવે છે. પણ આનંદઘનજીનો સમાગમ થયા પછી અધ્યાત્મની અતિશયરુચિ ભગવાથી તે પદ્ધતિથી તે ઉદાસ થયા. એમણે આનંદઘનજીના ગુણાનુવાદરૂપે કેટલાંક પદો બનાવ્યા છે. જેમ કે ૮૯ શોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચઢી આયા, આનંદ-ઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા. એમના અઘ્યાત્મવિષયક બે ગ્રંથો સુપ્રસિદ્ધ છે - (૧) અધ્યાત્મસાર (૨) જ્ઞાનસાર. યોગદૃષ્ટિસમુચ્ચયના સારરૂપ આઠ દૃષ્ટિની સજ્ઝાય શ્રી યશોવિજયજીએ લખી છે જે આશ્રમમાં દૈનિક નિત્યક્રમમાં સ્થાન પામી છે. સં. ૧૭૪૩માં તેઓ ડભોઈમાં સ્વર્ગસ્થ થયા હતા. (૧૫૧) યોગકલ્પદ્રુમ પરમહંસ સ્વામી બ્રહ્માનંદ કૃત યોગકલ્પદ્રુમ ગ્રંથ યોગમાં રસ લેનારને બહુ ઉપયોગી છે. એમાં સંસ્કૃતમાં મૂળ ૨૫ શ્લોક તથા તેની સુંદર હિંદી ટીકા આપેલી છે. ટીકામાં અનેક યોગગ્રંથોમાંથી અવતરણો આપી તેના અર્થ વિસ્તારથી આપ્યા છે; તેથી એક ગ્રંથ વાંચનારને અનેક ગ્રંથોના સારરૂપ યોગનાં આઠે અંગોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. યોગને કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષની ઉપમા આપી છે જેમ કે હૃદયરૂપ ભૂમિ; ઉપનિષદાદિ બોથરૂપ મૂલ; વૈરાગ્ય અને અભ્યાસરૂપ ડાળ; ઉત્સાહ, સાહસ, ધૈર્ય, તત્ત્વજ્ઞાન, નિશ્ચય અને જનસંગ-પરિત્યાગરૂપ છ શાખાઓ; યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારરૂપ પાન; ધારણા, ધ્યાન અને સમાધિરૂપ પુષ્પો અને મોક્ષરૂપ ફળવાળું તે કલ્પવૃક્ષ છે. આ કોઈ વેદાંતનો ગ્રંથ જણાય છે. આ ગ્રંથને વાંચવાની શ્રીમદ્જીએ પત્રાંક ૩૫૭ માં ભલામણ કરી છે. (૧૫૨) યોગદૃષ્ટિ સમુચ્ચય આ ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યનો છે. એમાં પણ યોગનો વિષય છે, યોગબિંદુ કરતાં એની પ્રતિપાદન શૈલી ભિન્ન છે. Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy