________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૯૫
(૧૫૮) રતનચંદ લાઘાજી
શ્રી રતનચંદ શેઠના પિતાશ્રી લાઘાજી મારવાડથી વ્યાપાર અર્થે કાવિઠા આવીને રહ્યા હતા. શ્રી રતનચંદ નાનપણથી અત્યંત વિચક્ષણ અને ધર્મપ્રેમી હતા. સંતોના સત્સંગ સમાગમના ઇચ્છક હતા. એમની પ્રેમપૂર્ણ વિનંતીથી સાધુઓ કાવિઠા આવીને રહેતા. અન્ય સ્થળે પણ સાધુસંતોના દર્શન કરવા તેઓ જતા.
સંવત્ ૧૯૫૧માં પરમકૃપાળુદેવ કાવિઠા પધાર્યા તે વખતે રતનચંદ શેઠને એમના દર્શન-સમાગમથી ઘણો જ આનંદ થયો, પૂર્ણ સમાધાન થયું. પરમકૃપાળુદેવે કહેલું કે રતનચંદ દૃઢથર્યાં છે. પરમકૃપાળુદેવના સત્સંગ-સમાગમનો તથા એમના શ્રીમુખથી નીકળતા પરમોત્કૃષ્ટ બોઘામૃતનો અપૂર્વ લાભ લેવા રતનચંદ શેઠ વવાણિયા પણ ગયેલા. પરમકૃપાળુદેવના દેહત્યાગ પછી શ્રી લઘુરાજ સ્વામીના સત્સંગમાં રતનચંદ શેઠ આવતા. વચ્ચે થોડા વર્ષ સત્સંગનો લાભ લઈ ન શક્યા તેનો એમને બહુ જ ખેદ રહેતો અને નડિયાદમાં સંવત ૧૯૭૦માં પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામી પાસે જઈ ખૂબ રડ્યા અને ક્ષમા માગી. પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરીને પરમકૃપાળુદેવે બોધેલા મૂલ સનાતન ધર્મ આત્મસ્વરૂપની સુદૃઢ શ્રદ્ધાભક્તિની પકડ એમને કરાવી. કારતક સુદ પૂનમ (પરમકૃપાળુદેવની જયંતી) ની મોટી ભક્તિમાં ઘણા ઘણા મુમુક્ષુઓ આવેલા. તે સર્વેની સમક્ષ પરમકૃપાળુ શ્રી લઘુરાજ સ્વામીના ચરણમાં માથું નાખીને પોતાના સમગ્ર દોષોની ક્ષમા માગી. પરમકૃપાળુ શ્રી લઘુરાજસ્વામીએ આશીર્વાદ આપ્યો. એક પરમકૃપાળુદેવની જ પાકી નિશ્ચળ શ્રદ્ધા રોમ રોમ વ્યાપી ગઈ. રતનચંદ શેઠે સરલતા, લઘુતા, વિનયભાવથી અપૂર્વ આત્મહિત સાધ્યું. કાવિઠામાં શાંતિ સમાધિથી દેહત્યાગ કરી પરમદુર્લભ એવો આ મનુષ્યભવ સફળ કરી ગયા.
(૧૫૯) રવજી દેવરાજ
૨વજી દેવરાજનો જન્મ કચ્છ પ્રાન્તના કોડાય ગામમાં થયો હતો. તેઓ જૈન સમાજમાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના સારા અભ્યાસી હતા. તેમણે આગમોનું પણ સૂક્ષ્મપણે અવલોકન કર્યું હતું, એમ એમની લખેલી આચારાંગસૂત્રની પ્રસ્તાવના પરથી જણાય છે. આચારાંગસૂત્રનું એમણે ભાષાંતર કરેલું છે. તેઓ સંસ્કૃતના પ્રૉફેસર હતા. શ્રીમદ્ભુએ પોતે કરેલા શતાવધાન અને સ્મરણશક્તિ વિષે પત્રાંક
૧૮ એમના પર લખેલો છે.
(૧૬૦) રહનેમિ અને રાજિમતી
જ્યારે અરિષ્ટનેમિએ રાજ્યાદિનો ત્યાગ કરીને પરણ્યા વગર દીક્ષા લીધી, ત્યારે તેમનો અનુજ ભ્રાતા રહનેમિ, રાજિમતી મને ઇચ્છે એવા ભાવથી એની પાસે
Scanned by CamScanner