SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઋષિભદ્રપુત્ર આયુષ્યના અંતે મરણ પામીને સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મ ધારણ કરી મોક્ષે જશે. આ કથા શ્રી ભગવતીસૂત્રના અગિયારમા શતકના બારમા ઉદ્દેશામાં છે. (૨૯) કપિલ કેવલી ૧૮ જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૬-૪૭-૪૮ કપિલમુનિ. તૃષ્ણાની અનંતતા વિષે શ્રીમદે આ દૃષ્ટાંત આપ્યું છે. (૩૦) કપિલ ઋષિ સાંખ્યમતના આદ્યપ્રણેતા મનાય છે. એમને પરમર્ષિ પણ કહે છે. એમના વિષે અનેક પ્રકારના મતભેદો છે. સાંખ્યમતવાળા એક જ્ઞાનથી જ મુક્તિ માને છે. (૩૧) કબીર કબીર સાહેબ વિ.સં.૧૪૫૬માં જન્મ્યા હતા. એમ કહેવાય છે કે એમનો જન્મ કોઈ વિધવા બ્રાહ્મણીના પેટે થયો હતો અને એમનું મૃત્યુ વિ.સં.૧૫૭૫ માં ૧૧૯ વર્ષની ઉંમરે થયું હતું. કબીર સાહેબના ગુરુ શ્રી રામાનંદ હતા. બાલકાળથી એમના હૃદયમાં ભક્તિનાં મોજાઓ ઊછળતાં હતાં. સત્સંગ પ્રત્યે એમને અતિશય રુચિ હતી. કબીર સાહેબ હિંદુ તથા મુસલમાન બન્નેને સમાનદૃષ્ટિએ જોતા હતા. બન્ને એક જ પરમેશ્વરના પુત્ર છે, એમ તેઓ લોકોને બોધ આપીને એકતા સ્થાપતા હતા. તેઓ જાત-પાંતના ભેદ માનતા નહોતા. તેઓ લખે છે : “જાત-પાંત પૂછે નહિ કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ.’’ સાવ સાદા શબ્દોમાં કબીરજી ઉપદેશ આપે છે : કબીર કહે કમાલ કો, દો બાતાં સિખ લે; કર સાહેબકી બંદગી, ભૂખેકો કુછ દે. એમણે જોકે કોઈ સ્વતંત્ર પુસ્તક પોતે લખ્યું નથી પણ જે ભાવો મનમાં આવતા તેને સ્વાભાવિક પદરૂપે બોલતા, તેથી એમના શિષ્યો તે પદોને મોઢે કરી લેતા. તેનો સંગ્રહ જ કબીર વાણી નામે ઓળખાય છે. કબીર સાહેબ પોતાના સમયના એક મહાન સંત હતા. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૨૩૧ માં લખે છે કે—મહાત્મા બીર તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી.” પત્રાંક ૬૭૯ માં તેઓ લખે છે : “શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુ જનો આત્માર્થી ગણવા યોગ્ય છે અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વરૂપ સ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે.” પત્રાંક ૧૯૨ માં શ્રીમદ્ભુ લખે છે—“સત્ત્ને સપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy