________________
૧૨૨
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત અતિશય બુદ્ધિશાળી જાણીને તેના માતાપિતાને યોગ્ય રીતે સમજાવીને તેને દીક્ષા આપી અને ચંગદેવને બદલે સોમચંદ્ર નામ રાખ્યું. સોમચંદ્ર અલ્પ સમયમાં જ એક પ્રૌઢ અને પ્રતિભાવાન વિદ્વાન બની ગયા તેથી આચાર્યે હેમચંદ્ર એવા નૂતન નામની સાથે તેમને આચાર્યપદ પ્રદાન કર્યું.
હેમચંદ્રાચાર્યનું અપાર શાસ્ત્રજ્ઞાન જોઈને તે સમયના ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ તેમના પર બહુ ભક્તિભાવ ઘરાવતા હતા. સિદ્ધરાજના મરણ પછી કુમારપાળ ૫૦ વર્ષની વયે ગુર્જરદેશનો અધિપતિ થયો. તેણે કેટલાંક વર્ષો રાજ્યની વ્યવસ્થા કરવામાં તથા શત્રુઓને જીતવામાં ગાળ્યાં. કુમારપાળ રાજ્યપ્રાપ્તિ પહેલાં અનેક સંકટોમાંથી પોતાને ઉગારવા માટે આચાર્યનો ઉપકારવશ હતો. પોતાનું રાજ્ય સમર્પણ કરતા રાજાને આચાર્યે કહ્યું કે હે મહારાજ, અમે નિગ્રંથ છીએ. અમારે રાજ્યાદિનું શું પ્રયોજન ? જો તમે ખરેખર કંઈ આપવા ઇચ્છતા હો તો આ ત્રણ વસ્તુઓનું પાલન કરો : પ્રાણીઓની હિંસાને બંધ કરી બધાને અભયદાન આપો; માણસ જાતની અધોગતિના કારણરૂપ જુગાર, માંસ, શિકાર આદિનો નિષેધ કરો; અને પરમાત્મા મહાવીરની પવિત્ર આજ્ઞાઓનું પાલન કરી તેના સત્ય ધર્મનો પ્રચાર કરો.
કુમારપાળ રાજાએ તે પ્રમાણે કર્યું અને પરમાર્હત બન્યો. તે પ્રભાવ શ્રી હેમચંદ્રાચાર્યનો હતો. આચાર્યની સાહિત્ય-સેવા અતિશય પ્રસિદ્ધ છે. એમણે ઘણા ગ્રંથો લખ્યા છે જેમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર બહુ પ્રસિદ્ધ છે. એમનું આયુષ્ય ૮૪ વર્ષનું હતું. શ્રીમદ્ભુ ઉપદેશનોંઘ ૮ માં એમના વિષે પોતાનો અભિપ્રાય જણાવતા કહે છે કે હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવક પુરુષના અભાવે જૈન દર્શનની હાલત દયનીય થઈ ગઈ.
(૨૦૬) જ્ઞાનેશ્વરી
જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વર મહારાજની કરેલી ભગવદ્ગીતાની ટીકાનું નામ છે. ભગવદ્ગીતાની બીજી ટીકાઓ કરતાં આ ટીકા વિશેષ ખુલાસાઓથી ભરેલી છે. આના અભ્યાસથી સાધારણ માણસ પણ ગીતાના ગૂઢાર્થને સમજી શકે છે. આમાં અનેક દૃષ્ટાંતોથી ગીતામાં આવેલા વિષયોને વિશેષ સ્પષ્ટ તથા રોચક બનાવવામાં આવ્યા છે.
સમાસ
Scanned by CamScanner