________________
૧૨૦
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત તમે સમજો, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવર્તી કારણ કે આવો અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. તો આવો અવસર પામીને કેમ નથી સમજતા? જે આ અવસરે ઘર્મ નહીં આદરે તેને બોબીજની પ્રાપ્તિ દુર્લભ છે. શ્રીમદ્જીએ ઘણાં પત્રોમાં આ આગમ વાંચવાની મુમુક્ષઓને આજ્ઞા આપી છે. પૂ.બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોઘમાં પુષ્પ ૫૪ માં આ વૈતાલીય અધ્યયન પર સુંદર જાગૃતિપ્રેરક વર્ણન કર્યું છે.
(૨૦૨) સુદ્રષ્ટિતરંગિણી સુદ્રષ્ટિતરંગિણી પં. ટેકચંદજીની સ્વતંત્ર રચના છે. સંસ્કૃત તથા પ્રાકૃત શાસ્ત્રોના અનુવાદની અપેક્ષાએ સ્વતંત્ર ગ્રંથનિર્માણ એક કષ્ટસાધ્ય કાર્ય છે. એને માટે ગંભીર અધ્યયનની જરૂર હોય છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'ની જેમ આ ગ્રંથ પણ દિગંબર જૈન સમાજમાં ખૂબ પ્રચાર પામેલો છે. ગ્રંથકારે પોતાની વાતને આ ગ્રંથમાં બહુ સારી રીતે મૂકી છે જેથી સ્વાધ્યાયપ્રેમીઓને એનો સ્વાધ્યાય કરતાં મુશ્કેલી નડતી નથી.
આ ગ્રંથમાં ૪૨ પર્વ છે. તે પર્વોમાં જુદા જુદા વિષયો પર સચોટ વિવેચન છે. એક સ્થળે કર્તા લખે છે કે “આંધળા સામે દીપક, બહેરા પાસે ગાન તથા નપુંસક પાસે સ્ત્રીના હાવભાવ જેમ વ્યર્થ છે, તેમજ તત્ત્વરુચિ વગરના મુખે આગળ ઘમપદેશ પણ વૃથા છે. આ ગ્રંથ વિદ્વધર પં. ટેકચંદજીએ વિક્રમ સં. ૧૮૩૮ના શ્રાવણ સુદ ૧૧ ના દિવસે ભદ્રશાલપુરમાં લખીને સમાપ્ત કર્યો હતો, એમ ગ્રંથના છેલ્લા પદથી જણાય છે.
(૨૦૩) સ્વામિ કાર્તિકેયાનુપ્રેક્ષા કાર્તિકેય સ્વામી બાલ બ્રહ્મચારી હતા. એમની આ કૃતિ છે. આ ગ્રંથમાં શું છે? તે નામ પરથી સ્પષ્ટ જણાય છે. એટલે બાર અનુપ્રેક્ષા(ભાવના)ઓનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. આ ભાવનાઓ મુમુક્ષુઓને વૈરાગ્યોત્પાદક હોવાથી પઠન તથા મનને યોગ્ય છે. કારણ કે અનુપ્રેક્ષાઓ વૈરાગ્યની જનની છે. એક સ્થળે આચાર્ય લખે છે કે- સમ્યકત્વ છે તે મહાન રત્ન છે; સર્વ યોગોમાં તે જ ઉત્તમ યોગ છે; તે જ મહામંત્ર છે, તથા સર્વ પ્રકારના કાર્ય કરનાર પણ તે જ છે.
(૨૦૪) હરિભદ્રાચાર્ય શ્રી હરિભદ્રાચાર્ય શ્વેતાંબર સંપ્રદાયમાં એક સમર્થ અને પ્રભાવશાળી વિદ્વાન થઈ ગયા છે. તે ચિત્રકૂટના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. પાંડિત્યના અભિમાનમાં આવીને હરિભદ્ર એવી પ્રતિજ્ઞા લીધી કે જેનું કહેવું હું ન સમજી શકું તેનો હું શિષ્ય થાઉં. એકદા જૈન સાધ્વી યાકિનીમહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પોતે સમજી ન શક્યા, માન મળ્યું. એટલે તે સાધ્વી પાસે શિષ્ય
Scanned by CamScanner