________________
૧૧૮
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત શ્રી સુખલાલભાઈને શ્રી અંબાલાલભાઈએ મુમુક્ષુઓના પત્રોના સંગ્રહની નકલ મોકલી હતી તેનો તે ભક્તિપૂર્વક અભ્યાસ કરતા હતા.
“ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો.” એ સં. ૧૯૫૭ ફાગણ વદ ૩ નો પત્ર નં. ૯૫૧ શ્રી સુખલાલભાઈ ઉપર લખાયેલો છે.
ભરૂચમાં મીલમાં નોકરી છેવટનાં વર્ષોમાં તે કરતા હતા. પ્લેગના કારણે ભરૂચમાં સમાધિપૂર્વક તેમનો દેહ છૂટ્યો હતો.
(૧૯૭) સુદર્શન શેઠ જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૩૩ (૧૯૮) સુભૂમ ચક્રવર્તી જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૨૫
(૧૯) સુંદરવિલાસ સુંદરવિલાસ એ સુંદરદાસજીની કવિતાઓનો સંગ્રહ છે. સુંદરદાસ દાદુપંથના એક મહાત્મા હતા. એમનો જન્મ વિ.સં.૧૯૫૩ માં જયપુરની રાજધાની ઘોસા નગરીમાં બૂસર ગોત્રના ખંડેલવાલ વણિક કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ પરમાનંદજી અથવા ચોખા અને માતાનું નામ સતી હતું. પાંચ વર્ષની ઉંમરે તેઓ દાદુ દયાલના શિષ્ય થયા હતા. એમનો સ્વભાવ શાંત અને આકર્ષક હતો. અગિયાર વર્ષની ઉંમરે તેઓ દાદુ દયાલના શિષ્ય રજબજી અને અન્ય સાઘુઓ સાથે કાશી ગયા અને વીસ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, વ્યાકરણ, પુરાણ, વેદ અને અન્ય દર્શનોનો અભ્યાસ કર્યો. તેમના સુંદરવિલાસ” અને “જ્ઞાનવિલાસ' ગ્રંથ વઘારે પ્રસિદ્ધ છે, જે એમના કોઈ શિષ્ય સંકલન કરીને છપાયેલ છે.
સુંદરવિલાસ ગ્રંથ ૨૪ પ્રકરણ (અંગ) માં વહેંચાયેલો છે અને જ્ઞાનસમુદ્ર ગ્રંથમાં પાંચ દુલાસ છે. પહેલા હુલાસમાં ગુરુ અને શિષ્યના લક્ષણો, બીજા હુલાસમાં પ્રેમલક્ષણા ભક્તિ, ત્રીજામાં યોગમાર્ગ, ચોથામાં સાંખ્યતત્ત્વ અને પાંચમામાં ચાર અભાવ વર્ણવીને આધ્યાત્મિક જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. જ્ઞાનવિલાસ અને સુંદરવિલાસમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગનું મહત્વ સમજાવ્યું છે.
એમના હૃદયમાં અપાર ગુરુભક્તિ હતી એમ એમની કવિતા પરથી સિદ્ધ થાય છે. કવિતા કરવામાં એ અતિશય નિપુણ હતા. હિંદીના ઉત્તમ કવિઓમાં એમની પણ ગણતરી છે. સુંદર અષ્ટક, જ્ઞાનવિલાસ આદિ ૪૨ ગ્રંથો એમણે રચ્યા છે. તે ગ્રંથોનો વિષય મુખ્યપણે વૈરાગ્ય ને ભક્તિ છે. શ્રીમદ્જીએ સુંદરદાસને માર્ગાનુસારી જીવોમાં ગણ્યા છે. એમનો દેહાંત ૯૩ વર્ષની ઉંમરે વિ.સં.૧૭૪૨ માં સાંગાનેરમાં થયો હતો.
Scanned by CamScanner