________________
૧૧૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ચિઠ્ઠીમાં લખી રાખેલ કે આજે સૌભાગ્યભાઈ આવવાના છે, સુધારસ સંબંધી વાત કરવાના છે. સુધારસ એ આત્મા નથી—આત્મા એથી પર છે. તે આવ્યા ત્યારે શ્રીમદે કહ્યું “પધારો, સૌભાગ્યભાઈ.” એમ કહી પાસે બેસાડી ચિઠ્ઠી તેમને આપી. તે વાંચી તેમને સાનંદાશ્ચર્ય અને બહુમાન પ્રગટ્યાં. પછી તો એ એમના ગાઢ પરિચયમાં આવ્યા અને પ્રેમ-સમાધિમાં લીન રહેતા.
સૌભાગ્યભાઈને સાત પુત્રીઓ અને બે પુત્રો હતા અને આજીવિકાનું સાધન અપૂરતું હતું. એટલે શ્રીમદ્ન લબ્ધિ-સિદ્ધિના પ્રયોગથી પોતાનું દુઃખ નિવારવા વારંવાર વિનંતી કરતા. શ્રીમદે બોધપત્રોથી એમની એ ઇચ્છા નિર્મૂલ કરી અને છેવટે સૌભાગ્યભાઈએ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કરી લખ્યું : માંગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ આત્માના અનંત આનંદ આગળ ખેદ નહીં પામીએ.
શ્રી જૂઠાભાઈના દેહત્યાગ પછી ઘણા પત્રો શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખાયા છે. પરાભક્તિની તેમને પ્રાપ્તિ થઈ અને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ તેમને અર્થે રચવામાં આવ્યું હતું. પોતાના જીવનના છેલ્લા પખવાડિયામાં સં ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ રવિવારે તેઓ શ્રીમદ્ભુને લખે છે—“દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજાયામાં આવતો નહોતો. પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ પ્રગટ જુદા દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે, તે આપને સહજ જાણવા લખ્યું છે. વગર ભણ્યે વગર શાસ્ત્ર વાંચ્ચે થોડા વખતમાં આપના બોઘથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચીસ વર્ષેય થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે. ગોસળિયા વિષે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખીને મોટી પાયરીએ ચઢાવશો એ જ વિનંતી.’’
તેમના દેહત્યાગ વખતે શ્રી અંબાલાલ નામના ખંભાતના મુમુક્ષુ તેમની સેવામાં હાજર હતા. તેમણે તેમની ગંભીર વેદનામાં ધર્મની જાગૃતિ રહે તે અર્થે મંત્ર શબ્દ કાને નાખવા માંડ્યો ત્યારે તે બોલ્યા—‘વારે વારે શું કહે છે ? આ જીવને બીજો લક્ષ ન હોય; એ જ મારો લક્ષ છે.’’
શ્રીમદ્ભુએ શ્રી સૌભાગ્યભાઈની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા, જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો અદ્ભુત નિશ્ચય આદિ સદ્ગુણો પત્રાંક ૭૮૨, ૭૮૩ માં વખાણ્યા છે.
Scanned by CamScanner