________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૧૭
શકત
(૧૫) સંગમદેવ એક સમય સૌઘર્મેન્દ્ર સર્વ સભાને ઉદ્દેશીને સ્વર્ગમાં આ પ્રમાણે કહ્યું–“હે જમવાસી દેવતાઓ! શ્રી વીર ભગવાનનો અપાર મહિમા સાંભળો. એ પ્રભુ
શ્રી અત્યંત વિરક્ત છે, કામ, ક્રોધ, માન, માયા, લોભાદિ દોષો તેમને આશા તા નથી. પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાને દેવતાઓ, અસુરો, યક્ષો, અશો. મનુષ્યો કે ત્રિલોક્ય પણ શક્તિમાન નથી.” ઇંદ્રના આવા વચનો સાંભળી ભવ્ય અને તીવ્ર મિથ્યાત્વવાળો સંગમદેવ ઈર્ષાથી કંપતો આ પ્રમાણે બોલવા
થો-“હે દેવેન્દ્ર! મનુષ્ય કીટની આટલી બધી પ્રશંસા શી?” પછી તે સંગમદેવ અગવાન મહાવીરને ધ્યાનથી ચલિત કરવા અનેક કષ્ટો તથા ઉપસર્ગો કરવા લાગ્યો, અને છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો કર્યા, તો પણ ભગવાન અંશ માત્ર ચલિત
થયા નહીં.
શ્રીમદ્જી એ વિષે ઉપદેશછાયામાં લખે છે કે “મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીઘા.”
' (૧૯૬) સુખલાલ છગનલાલ સંઘવી લીંબડીના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી સુખલાલભાઈ તીવ્ર પ્રજ્ઞાવંત, શાંત ગુણગંભીર હતા. પૂર્વના સત્સંસ્કારના બળથી તથા સત્પષ્યના ઉદયથી શ્રી સુખલાલભાઈને શ્રીમન્નાં દર્શન થતાં જ, આ જ સત્પરુષ છે, પરમેશ્વરતુલ્ય પૂજ્ય છે એવો ભક્તિભાવ પ્રગટી ઊઠ્યો હતો.
વિરમગામમાં તે મિલમાં નોકરી કરતા હતા. શ્રીમદ્ રાજચંદ્ર તેમને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. તીવ્ર જિજ્ઞાસુદશાવંત શ્રી સુખલાલભાઈએ તેમના બોઘ અને સમાગમનો અપૂર્વ લાભ લીઘો હતો. તે વખતે નાથીબાઈ નામે કન્યાશાળાની શિક્ષિકા ભાવસાર જ્ઞાતિની વિઘવા બાઈ શ્રીમદ્ભા સમાગમમાં આવેલાં. તે ઘણા વૈરાગ્યવંત અને સુજ્ઞ બાઈ હતાં. શ્રી દેવકીર્ણમુનિશ્રીના બોઘથી તેને પોતાનું જીવન ધર્મમય ગાળવાની ભાવના થયેલી તથા શ્રી લલ્લુજી મુનિ દ્વારા શ્રીમદ્જી પ્રત્યે તેને
બહુમાન થયેલું.
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેહાધ્યાસ છોડાવવા તથા તેની પરીક્ષા અર્થે રાવેલું કે માથાના બઘા વાળ મુંડાવી, સ્નાન કરી, દેરાસરમાં જઈ ભગવાનનાં સીન કરી અહીં આવશે તો અમે પરમાર્થમાર્ગ બતાવીશું. તે સરળ બાઈ અક્ષરશઃ ભ વતી શ્રીમદ્જી પાસે આવી, તેને તેમણે મૂળમાર્ગનો બોઘ કર્યો. તે લક્ષમાં લઈ જીવનપર્યત ભક્તિભાવ તેણે ટકાવી રાખ્યો હતો.
Scanned by CamScanner