________________
૧૧૪
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત આના બધા અધિકાર સમયસાર પ્રમાણે જ છે, પણ છેલ્લે ગુણસ્થાન અધિકાર ઉમેર્યો છે. ભાષાશૈલી અને અધ્યાત્મની દૃષ્ટિએ બહુ જ ઉત્તમ ગ્રંથ છે. (૧૯૧) સમવાયાંગ
આ અગિયાર અંગોમાંનું ચોથું અંગ છે. કર્તા શ્રી સુધર્માસ્વામી છે. એમાં સમ્યક્ત્રકારે જીવ-અજીવ આદિ પદાર્થોનું વર્ણન કરવામાં આવેલું છે. આ અંગમાં સ્વસમય તથા પરસમય પણ સમજાવવામાં આવ્યા છે. લોક, અલોક તથા લોકાલોકની પણ યથાર્થ પ્રરૂપણા છે. અત્યારના ઉપલબ્ધ સૂત્રમાં તો એક સંખ્યાવાળા, બે સંખ્યાવાળા, ત્રણ સંખ્યાવાળા ભાવોનું વિશેષપણે વ્યાખ્યાન કરેલું છે. જેમકે ચાર કષાય છે, ચાર ધ્યાન છે, ચાર વિકથાઓ છે, ચાર સંજ્ઞાઓ છે. ચાર પ્રકારે બંધ છે. ત્યાર પછી પાંચ પાંચ વસ્તુઓ માટે સૂત્ર છે. પછી છ, સાત, આઠ ઇત્યાદિ માટે સૂત્રો છે.
(૧૯૨) સમ્મતિ તર્ક
આ ગ્રંથના કર્તા મહાન તાર્કિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર છે. આચાર્યશ્રી જૈનોના બન્ને સંપ્રદાયોને સરખી રીતે માન્ય છે. દિવાકરજીની આ રચના એમના અગાઘ પાંડિત્યને વિશેષપણે પ્રગટ કરે છે. એમાં મુખ્ય ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં નયોની ગહન ચર્ચા કરીને સાત નયોનું વિવેચન કરેલું છે. બીજા કાંડમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ તથા કેવલી ભગવાનને તે બન્ને સાથે હોય છે કે સમયાન્તરે તેની લાંબી ચર્ચા કરીને દિવાકરજી બન્નેને એક સાથે કહે છે. ત્રીજા કાંડમાં સામાન્યવિશેષ, ભેદ-અભેદ, દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું વ્યાખ્યાન છે.
એક સ્થળે શ્રી દિવાકરજી જણાવે છે કે સૂત્ર એ અર્થનું સ્થાન છે. પણ માત્ર સૂત્રથી અર્થની પ્રતિપત્તી થતી નથી, અર્થનું જ્ઞાન પણ ગહન નયવાદને આશ્રિત હોઈ દુર્લભ છે. તેથી સૂત્ર શીખનારે અર્થ સમજવા અવશ્ય યત્ન કરવો; કેમકે અકુશલ ધૃષ્ટ આચાર્યો આથી શાસનની વિડંબના કરે છે.
અને
એક સ્થળે તેઓ કહે છે : ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાનશૂન્ય માત્ર ક્રિયા એ બન્ને એકાંત હોઈ જન્મમરણના દુઃખથી નિર્ભયપણું આપવા અસમર્થ છે. એટલે જ્ઞાન અને ક્રિયાનો યથાયોગ્ય સમન્વય જ જીવને સંસારના બંધનોથી મુક્ત કરી શકે છે.
એ ગ્રંથનું અપર નામ સમ્મતિસૂત્ર પણ છે. એના પર શ્રી અભયદેવસૂરી રચિત એક વિશાલ અને અતિશય ગહન સંસ્કૃત ટીકા છે જે પ્રકાશિત થઈ ચૂકી છે. શ્રીમદ્ભુએ મોક્ષમાળામાં આ ગ્રંથનો સંદર્ભગ્રંથ તરીકે નિર્દેશ કરેલો છે.
Scanned by CamScanner