________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૧૩ (૧૮૯) સમયસાર આ અપૂર્વ અધ્યાત્મશાસ્ત્રના કર્તા શ્રીમાન કુંદકુંદાચાર્ય છે. શ્રી કુંદકુંદના અન્ય થોની જેમ આ રચના પણ પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે. આ નિશ્ચયનયનો ગ્રંથ છે અને એમાં પ્રઘાનપણે શુદ્ધ આત્મતત્ત્વનું કથન છે. ન આચાર્ય લખે છે કે કામ, ભોગ તથા બંઘની કથા આ જીવે અનેક વાર મળી છે. જીવના પરિચયમાં આવેલી છે તથા અનભવેલી છે પણ જીવને એકત્વ દ્ધાત્મતત્ત્વ)ની કથાની પ્રાપ્તિ અતિશય કઠિન છે. આગળ લખે છે કે વ્યવહારનય અભૂતાર્થ છે. નિશ્ચયનય ભૂતાર્થ છે. ભૂતાર્થનયના વિષયને આશ્રય કરનારા જીવને સમ્યગ્દર્શન હોય છે. પરંતુ જે જીવો ઉત્કૃષ્ટ દશાને પામ્યા નથી અને પરમાર્થ સમજવાના ઇચ્છુક છે એવા નીચી દશામાં રહેલા જીવોને વ્યવહારનયથી ઉપદેશ કરવો યોગ્ય છે. આત્મા પરદ્રવ્યનો કર્તા તથા ભોક્તા છે એ પણ એક પ્રકારે જીવની ભ્રાંતિ છે, તેમ માનવાથી આત્માને પરદ્રવ્યરૂપ થવાનો પ્રસંગ આવે છે. માટે આત્મા દરેક અવસ્થામાં પોતાના ભાવોનો જ કર્તા તથા ભોક્તા છે. અધ્યાત્મદ્રષ્ટિએ જીવાદિ સાતે તત્ત્વોનું સ્પષ્ટ વિવેચન કરીને આત્માને પરદ્રવ્યોથી અત્યંત ભિન્ન બતાવ્યો છે.
જૈનમાં અધ્યાત્મનો આ એક જ ગ્રંથ બીજા ઘણાં અધ્યાત્મશાસ્ત્રોનું બીજ છે. શ્રીમજી પછી આ ગ્રંથનો ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો પ્રચાર થયો છે. દિગંબરોમાં એનો પ્રચાર વઘારે છે. એની બે સંસ્કૃત ટીકાઓ છે : શ્રી અમૃતચંદ્રાચાર્યત આત્મખ્યાતિ ટીકા અને શ્રી જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ. શ્રી અમૃતચંદ્રાચાર્યે ટીકા સાથે વચ્ચે વચ્ચે સમયસારના સારરૂપે સંસ્કૃત પદ્યાત્મક કળશના ૨૭૫ કાવ્ય લખ્યા છે જે અર્થસહિત અલગ ગ્રંથરૂપે પણ છપાયા છે. એ ટીકા પર પંડિત શ્રી જયચંદ્રજી છાબડાએ હિંદી ભાષામાં ટીકા લખેલી છે. એ ત્રણ ટીકાઓ સાથે એ ગ્રંથ પરમકૃતપ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલો છે. એનો ગુજરાતી અનુવાદ પણ સોનગઢથી પ્રગટ થયો છે. - શ્વેતાંબર સંપ્રદાયમાં પણ એક સમયસાર પ્રકરણ નામનો નાનો ગ્રંથ છે. તેમાં પણ સમ્યજ્ઞાન, દર્શન તથા ચારિત્રનું સંક્ષિપ્ત વર્ણન છે. શ્રી કુંદકુંદાચાર્યના સમયસાર કરતાં આની કથનશૈલી ભિન્ન છે.
(૧૦૦) સમયસાર નાટક સમયસારની શ્રી અમૃતચંદ્રાચાર્યની આત્મખ્યાતિ ટીકા અને કળશના આઘારે શ્રી બનારસીદાસે આ સમયસાર નાટકની પુરાની હિંદીમાં પદ્યાત્મક રચના કરી છે. એ માત્ર પદ્યાનુવાદ નથી, પણ મૌલિક અને સ્વતંત્ર ગ્રંથરચના છે. આ નાટકનો મુખ્ય પાત્ર આત્મા છે અને તે કર્મો પ્રમાણે સંસારરૂપી રંગમંચ પર નાચ્યા કરે છે.
Scanned by CamScanner