________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૦૫
"जान आदि कवि नाम प्रतापू, भये सिद्ध कर उलटा जापू उलटा नाम जपा जगु जाना, वाल्मीक भये ब्रह्म समाना || ” (૧૭૦) વિક્ટોરિયા રાણી
ઈ.સ.૧૮૩૭માં વિલિયમ ચોથો મૃત્યુ પામ્યો. ત્યારે તેની ભત્રીજી વિક્ટોરિયા માત્ર અઢાર વર્ષની વયે ઇંગ્લૅન્ડની ગાદીએ આવી. વિક્ટોરિયાના જન્મ પછી બીજે જે વર્ષે તેના પિતા ગુજરી જવાથી તે પોતાની માતાની દેખરેખ નીચે ઊછરી હતી. રાજ્યગાદીને શોભાવે એવું શિક્ષણ તેને આપવામાં આવ્યું હતું. વિક્ટોરિયામાં નાનપણથી કરુણા, સ્વાશ્રય, કર્તવ્યનિષ્ઠા, ઉદારતા આદિ ગુણોના અંકુરો ફૂટ્યા તા. વિક્ટોરિયાએ રાજ્યમાં અનેક પ્રકારના સુધારા કર્યા હતા. પ્રજા સુખી થાય એ જ એનું લક્ષ હતું. વિદ્યાની અતિશય રુચિને લીધે મોટી અવસ્થામાં પણ તે પરભાષાનો અભ્યાસ કરતી હતી.
(૧૭૧) વિચારસાગર
વિચારસાગર વેદાંતનું પ્રવેશક શાસ્ત્ર મનાય છે. એના કર્તા શ્રી નિશ્ચલદાસજી છે. એમણે ઘણા કાળ સુધી કાશીમાં રહીને અભ્યાસ કર્યો હતો. એમણે તથા સુંદરદાસે દાદૂપંથનો ખૂબ વિસ્તાર કર્યો હતો.
વિચારસાગરમાં વેદાંતના સિદ્ધાંતો સમજાવવાનો સારી રીતે પ્રયાસ કર્યો છે. મૂળ ગ્રંથ હિંદી ભાષામાં છે; પણ ગુજરાતી, બંગાલી તથા અન્ય ભાષાઓમાં પણ એના અનુવાદો થયા છે. નિશ્ચલદાસજી ૭૦ વર્ષની અવસ્થામાં સમાધિસ્થ થયા છે. શ્રીમદ્ભુએ પત્રોમાં વિચારસાગર વાંચવાની આજ્ઞા કરી છે.
(૧૭૨) વિદ્યારણ્ય સ્વામી
વિદ્યારણ્યસ્વામી વેદાંતના એક સમર્થ આચાર્ય થઈ ગયા છે. એમના સમયના સંબંધમાં કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી. એ નાની અવસ્થામાં સંન્યાસી થયા હતા અને વિદ્યાભ્યાસ કરીને અપૂર્વ વિદ્વત્તા મેળવી હતી. એમણે ઉપનિષદોની ટીકા, બ્રહ્મગીતા, સર્વદર્શન સંગ્રહ તથા પંચદશી આદિ અનેક ગ્રંથો રચ્યા છે. એમનો પંચદશી નામનો ગ્રંથ સર્વત્ર પ્રસિદ્ધ છે. એના અનેક ભાષામાં ભાષાંતરો થયા છે. પંચદશીમાં ૧૫ પ્રકરણો છે. તે પ્રકરણોમાં અદ્વૈત મત પ્રમાણે આત્મા સંબંધી ઘણું સરસ વિવેચન છે.
(૧૭૩) વિદુરજી
ધર્માત્મા વિદુર સાધુ પુરુષ હતા. તેમને કૌરવ તથા પાંડવો પર સમાન ભાવ હતો. તેમ છતાં જ્યારે દુર્યોધન પાંડવોના સર્વનાશ માટે પ્રપંચો રચવા લાગ્યો, ત્યારે
Scanned by CamScanner