Book Title: Shrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Author(s): Ashok Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત કરીને સારી ખ્યાતિ મેળવી હતી. પોતે ગુરુને ત્યાં અભ્યાસ કરતા, ત્યારે અને દર્શનોની સૂક્ષ્મ ભૂલોને જોઈને વિદ્યાર્થીઓ સાથે તે સંબંધી લાંબી ચર્ચાઓ કરતા એમને લાગ્યું કે શ્રી શંકરાચાર્યનો માયાવાદ અને બીજા વાદો દોષયુક્ત છે. તે ઉપનિષદુ તથા ગીતા એક બ્રહ્મવાદ અથવા શુદ્ધાદ્વૈતને જ પુષ્ટિ આપે છે. તેથી તે વાદ સર્વ વાદોમાં ઉત્તમ છે. કૃષ્ણદેવની સભામાં બધા વિદ્વાનોને જીતીને તેમણે આચાર્ય તથા મહાપ્રભુજીની પદવી મેળવી. કૃષ્ણદેવ પણ વલ્લભાચાર્યનો ભક્ત થયો. વલ્લભાચાર્ય સમસ્ત ભારતમાં ફર્યા અને પોતાનો મત પ્રવર્તાવ્યો. પછી અઠ્ઠાવીસ વર્ષની વયે પરણ્યા. ગૃહસ્થાશ્રમમાં રહીને એમણે ઘણા મોટા ગ્રંથો લખ્યા છે. બાવન વર્ષની વયે તેઓ સ્વઘામ પધાર્યા. વલ્લભાચાર્યનું કથન છે–“ભક્તિ જ્ઞાન અને કર્મ કરતાં શ્રેષ્ઠ છે. જ્ઞાનથી મન પવિત્ર થાય છે, અને તેથી ખરા ખોટાની પરીક્ષા થાય છે. જ્ઞાનથી મનુષ્ય સંસારરૂપી સાગર તરી શકે છે. પણ ભક્તિ ન હોય તો જે ભગવાન સંસારસાગરના કિનારાથી ઘણે દૂર છે તેમની પ્રાપ્તિ થઈ શકતી નથી.” શ્રીમજી ઉપદેશનોંઘ ૯ માં લખે છે કે વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ઘર્મ પ્રરૂપ્યો. (૧૯૮) વામદેવ વામદેવ એક વૈદિક ઋષિ છે. વેદાંત પરંપરામાં એ એક ઉત્તમ જ્ઞાની તથા સંસ્કારી મનાય છે. એમનું નામ ઉપનિષદોમાં આવે છે. પત્રાંક ૭૦૩માં તેમને બાળ બ્રહ્મચારીના દ્રષ્ટાંત તરીકે ગણાવ્યા છે. ' (૧૯૬૯) વાલ્મિકી વાલ્મિકીનું રામાયણ જગપ્રસિદ્ધ છે. એમનું મૂળ નામ રત્નાકર હતું. એ જાતિએ બ્રાહ્મણ હતા. પણ પ્રથમ અવસ્થામાં અસત્સંગને લીધે અવળે માર્ગે ચડી ગયેલા તેથી તે લૂંટફાટનો ધંધો કરીને પોતાનું તથા કુટુંબનું ભરણપોષણ કરતા. એક વાર તેઓ નારદજીને લૂંટવા લાગ્યા ત્યારે નારદજીએ ઉપદેશ આપ્યો. તેથી તે પાપવૃત્તિ ત્યાગી એક આદર્શ સંત બની ગયા. પણ શરૂઆતમાં એમને રામ બોલતાં આવડ્યું નહીં તેથી એમ કહેવાય છે કે નારદજીએ તેમને “મરા મરા” શબ્દ બોલવા કહ્યું. મરા મરા બોલતા એમાંથી રામ બોલવા લાગ્યા તેથી તે એક મહાન ઋષિ બની ગયા. તે એક જ સ્થળે ધ્યાનમાં એટલા બઘા લીન થઈ ગયા કે તેમને દેહ પર કીડીઓએ વલ્મીક (રાફડો) કર્યો તો પણ એ ઋષિ ચલિત થયા નહી. - તેમનું નામ વાલ્મિકી પડ્યું. લૌકિક છંદોના એ આદ્ય કવિ કહેવાય છે. એમ આદિકાવ્ય શ્રી વાલ્મિકીય રામાયણની રચના કરી છે. ગોસ્વામી શ્રી તુલસી એમના વિષયમાં લખે છે કે Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130