________________
૧૧૦
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉસ્લિખિત ઉત્તમ ગીત રાગ વડે ભાવનાઓનું ભાવવાહી વર્ણન કર્યું છે કે જે સાંભળીને અમને ઘણો જ આનંદ આવે છે. શ્રી વિનયવિજયજી ગ્રંથના પ્રારંભમાં જણાવે છે કે
स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शांत सुधारसः ।
न च सुखं कृशमप्यमुना विना, जगति मोह विषाद विषाकुले ॥१॥ અર્થ આ ભાવનાઓ વિના વિદ્વાનોના ચિત્તમાં શાંત અમૃતરૂપી રસપ્રવાહ ઉત્પન્ન થતો નથી. મોહ તથા ખેદના ઝેરથી આકુલ આ સંસારમાં લેશમાત્ર પણ સુખ નથી.
આ ગ્રંથનો ગૂર્જર અનુવાદ શ્રીમદ્જીના પરમ અનુયાયી શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ કરેલો છે.
(૧૮૪) શાંતિનાથ ભગવાન ભગવાન શાંતિનાથ સોળમા તીર્થંકર છે. પૂર્વભવમાં એમનો જીવ મેઘરથ નામના રાજા હતા. એક વાર તેઓ રાજસભામાં આનંદપૂર્વક બેઠા હતા. એટલામાં એક કબૂતર આવીને એમના ખોળામાં પડ્યું. તે કબૂતર ભયથી આકુળ વ્યાકુળ હતું. રાજાએ તેને ધીરજ આપીને અભયદાન આપ્યું. એટલામાં જ બાજ પક્ષીએ આવીને તેની યાચના કરીને કહ્યું કે એ પક્ષી મારું ભક્ષ્ય છે. માટે આપ એ મને આપી દો. રાજાએ તેને ઘણું સમજાવ્યું પણ તે ન માન્યું. આખરે રાજા તે બાજ પક્ષીને કબૂતરના વજન પ્રમાણે પોતાનું માંસ આપવા તૈયાર થયા. ત્રાજવાના એક પલડામાં કબૂતર અને બીજામાં રાજાનું માંસ મૂકવામાં આવ્યું. પણ કબૂતરનું વજન ખૂબ જ વધી ગયું. રાજા પોતાના અંગનું માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા. દર્શકોમાં હાહાકાર થઈ રહ્યો. શું થશે? રાજા એક પક્ષી માટે શા માટે કરે છે? અંતે દેવ સાક્ષાતરૂપે પ્રગટ થયો, પોતાના અપરાઘની રાજા પાસે માફી માંગી અને કહ્યું, હે રાજા! હું તમારી પરીક્ષા માટે આવ્યો હતો. તમે સાક્ષાત દયાની મૂર્તિ છો. હવે હું મારા સ્થળે જાઉં છું. આ કથા શાંતિનાથ ચરિત્રમાં આવે છે. શ્રીમજી આ પ્રસંગને ચિહ્નિત કરતાં મોક્ષમાળા શિક્ષાપાઠ ૨ માં લખે છે કે –
“શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.”
(૧૫) શ્રીપાલ રાજાનો રાસ જૈન સમુદાયમાં શ્રીપાલરાજાની કથા ખૂબ જ જાણીતી છે. પ્રાયઃ પ્રત્યેક જૈનને. આ કથા આયંબિલના સમયે અવશ્ય સાંભળવા મળે છે.
શ્રીપાલરાસના કર્તા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય છે. શ્રીપાલ તથા મયણ સુંદરીનું ચરિત્ર પ્રત્યેક આત્મામાં કર્મના અસ્તિત્વની અટલ શ્રદ્ધા બેસાડે છે. આપણે આપણા કર્મ પ્રમાણે સુખી-દુઃખી થઈએ છીએ, બીજા કોઈ આપણને સુખી-દુઃખી કરી શકતા નથી એ મયણાસુંદરીનો આપકર્મનો સિદ્ધાંત બહુ મહત્વનો છે.
Scanned by CamScanner