________________
૧૦૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત તે દુર્યોધનની જાલમાંથી પાંડવોને બચાવવા તેમના સલાહકાર થઈ પડ્યા હતા વિદુર બહુ સ્પષ્ટ વક્તા હતા. અવસર જોઈને દુયોધન તથા તેના પક્ષકારોના પણ દોષો કહેવાનું તે ચૂકતા નહીં. તેથી દુયઘન તેમને પોતાના અહિતકારી સમજતો પણ વિદુરને એની ચિંતા ન હતી. મહાભારતના યુદ્ધ પહેલાં વિદુરજીએ દુર્યોધનને ઘણો સમજાવ્યો હતો, પણ તે દુરાગ્રહીને જરા પણ અસર થઈ ન હતી. છેવટે યુદ્ધમાં કૌરવોનો નાશ થયો. ધૃતરાષ્ટ્ર વનમાં ચાલ્યા ગયા. વિદુર પણ ભાઈની સાથે વનમાં ગયા અને ત્યાં જ તેમણે દેહત્યાગ કર્યો હતો. વિદુરજીની વિદુરનીતિ ઉત્તમ આશયથી ભરેલી છે. શ્રીકૃષ્ણ વિદુરજીના ભક્ત હતા. પોતાની ઘાર્મિકતા તથા સાધુતાથી તે અમર થઈ ગયા છે. મહાભારતમાં એમનું નામ ઉત્તમ પાત્રોમાં ગણાય છે. શ્રીમદ્જી પુષ્પમાળા ૮૩ માં લખે છે : “સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય.” પૂજ્ય બ્રહ્મચારીજીએ વિદુરનીતિમાંથી અમુક વાક્યો પ્રવેશિકા શિક્ષાપાઠ ૩૮ “આત્માને હિતકારી નીતિવાક્યો માં આપ્યા છે.
(૧૭૪) વિહાર વૃંદાવન - ' એના સંબંધમાં કંઈ જાણી શકાયું નથી. શ્રીમજીએ એક દોહરો વિહાર વૃંદાવનના નામથી ઉપદેશછાયામાં મૂક્યો છે.
(૧૫) વીરચંદ ગાંધી વીરચંદ રાઘવજી ગાંઘીનો જન્મ સૌરાષ્ટ્રમાં સં.૧૮૬૪ માં થયો હતો. એમણે શ્રી આત્મારામજી પાસે રહીને જૈનસિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો. સં.૧૮૯૩ માં શિકાગોમાં થનારી વિશ્વઘર્મપરિષદમાં વિરચંદ ગાંધી જૈનો તરફથી જૈનઘર્મના પ્રતિનિધિ તરીકે ભાષણ આપવા ત્યાં ગયા હતા. ભાષણોમાં એમને સારી સફળતા મળી હતી કારણ કે અમેરિકાના સમાચારપત્રોએ એમનાં ભાષણોની ખૂબ પ્રશંસા કરી હતી. વિરચંદ ગાંધીને પરદેશ મોકલવામાં કેટલાંક માણસોનો વિરોધ હતો. તે સંબંઘમાં શ્રીમદ્જીએ પૃષ્ઠ ૬૬૧ પર પોતાના વિચારો દર્શાવ્યા છે તેમાંથી જિજ્ઞાસુમ જાણી લેવું.
(૧૭૬) વૈરાગ્ય શતક નીતિ, શૃંગાર, વૈરાગ્ય અને વિજ્ઞાન એમ ચાર શતકો મહાત્મા ભર્તુહરિન રચેલાં છે જે બહુ પ્રસિદ્ધ છે, તેમાં મોક્ષની સાધના કરવાવાળા સાઘકો માટે વૈરાગ્યશતક અત્યંત ઉપયોગી છે. એનો એક એક શ્લોક વૈરાગ્ય રસથી ભરપૂર છે
વૈરાગ્ય શતકની વિચારણાથી માનવ માનવપણું સમજી શકે. એક શ્લોકમાં કવિ કહે છે કે “ભોગ તો ભોગવાયા નહીં, પણ અમે (કાળથી) ભોગવાઈ ગયા; તે
Scanned by CamScanner