________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત સંસારની અસારતા આદિનું સચોટ વર્ણન છે. એમનું લખેલું નિખ પદ શ્રીમદ્જીએ ઉધૂત કર્યું છે–
જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ગૈલોક. જીવ્યું ઘચ તેહનું દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક. જીવ્યું. દીસે ખાતાં પીતાં બોલતાં, નિત્યે છે નિરંજન નિરાકાર. જીવ્યું, જાણે સંત સલુણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. જીવ્યું જગ-પાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર. જીવ્યું તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈએ નવ થાય. જીવ્યું. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી બ્રહ્માનંદ હદે ન સમાય. જીવ્યું.
(૧૪૧) મહીપતરામ રૂપરામ મહીપતરામ રૂપરામનો જન્મ ઈ.સ.૧૮૨૯ માં સુરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો અને મરણ ઈ.સ.૧૮૯૧ માં થયું હતું. તેઓ અમદાવાદની ટ્રેનીંગ કૉલેજના પ્રિન્સીપાલ હતા. તેમના બનાવેલાં મુખ્ય ગ્રંથો ઇંગ્લેન્ડની મુસાફરી, વનરાજ ચાવડો, કેળવણી પ્રકાર, બોઘવચન ઇત્યાદિ છે. શ્રીમદ્જીએ ઉપદેશનોંઘ ૧૦માં મહીપતરામ રૂપરામ સાથે થયેલા પ્રશ્નો તથા ઉત્તરો લખ્યા છે જે બહુ વિચારવા યોગ્ય છે.
(૧૪૨) માણેકલાલ ઘેલાભાઈ માણેકલાલભાઈ વડોદરાના રહીશ હતા. નાનપણમાં મુંબઈ જઈને ઝવેરાતના ઘંઘામાં જોડાયા. પરમકૃપાળુદેવે સંવત ૧૯૪રમાં મુંબઈ આવીને ૧૦૦ અવઘાનનો પ્રયોગ કરી બતાવેલો તે વખતે માણેકલાલભાઈ એમના સમાગમમાં આવ્યા. પ્રથમ સમાગમથી જ માણેકલાલભાઈને પરમકૃપાળુદેવ ઉપર પ્રેમભક્તિ થયેલ તે દિનપ્રતિદિન વર્ધમાન પરિણામને પામી હતી. પરમકૃપાળુદેવને ઝવેરાતની લાઈન વિષે માણેકલાલભાઈએ વાત કરી. ઝવેરાતની પેઢીની સ્થાપનામાં શરૂઆતમાં માણેકલાલભાઈ પ્રેરણારૂપ થયા હતા. માણેકલાલભાઈ રેવાશંકર જગજીવનની પેઢીમાં ભાગીદાર તરીકે ઠેઠ સુધી રહ્યા. પરમકૃપાળુદેવની અનંત કરુણાથી માણેકલાલભાઈએ અલૌકિક દૃષ્ટિએ શ્રીમદ્જીને ઓળખ્યા હતા. માણેકલાલભાઈ શાસ્ત્રોના રહસ્યના સારા જાણકાર પ્રજ્ઞાવંત મુમુક્ષુ હતા. આ સં.૧૯૫૦ માં શ્રીમદ્જી પત્રાંક ૪૮૫ માં શ્રી સૌભાગ્યભાઈને લખે છે“વડોદરાવાળા માંગુભાઈ અત્રે છે...વૈરાગ્યવાન જીવ છે, પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશવું તેમને થાય તો સત્સંગનું ફળ થાય તેવો યોગ્ય જીવ છે.” પત્રાંક ૭૦૮ માં પણ શ્રી
Scanned by CamScanner