________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
(૧૬૩) રેવાશંકર જગજીવનદાસ ઝવેરી શ્રીમદ્ રાજચંદ્ર જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પછી તેઓ મોરબી આવેલા, રે રેવાશંકરભાઈ વકીલાત કરતા હતા. તેમને વેપારમાં લાભનો જોગ જાણી અને મુંબઈ વેપાર કરવાની સલાહ શ્રીમદે આપેલી. પોતે પણ શ્રી રેવાશંકર હાજીવનની પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા. પછી તો રેવાશંકરના મોટા ભાઈ પટલાલનાં દીકરી શ્રીમતી ઝબકબેન સાથે શ્રીમદુનાં લગ્ન થયાં. શ્રી સાંકરભાઈ પરમાર્થઘર્મ પામે એવી ભાવના શ્રીમદ્જીને હતી કારણ કે તેમનું હદય ઘાર્મિકભાવને યોગ્ય હતું. (જુઓ પત્રાંક ૨૩૬) એક વાર શ્રી રેવાશંકરભાઈ ભક્ત મુક્તાવલી' નામનું જૈનપદોનું નાનું પુસ્તક વાંચતા હતા. તેના જેવું સાદી ભાષામાં પુસ્તક લખવા તેમણે શ્રીમદ્દે વીનવ્યા. તે સૂચના મોક્ષમાળા લખવાનું એક કારણ થઈ પડી છે એમ “જીવનરેખામાં વિસ્તારથી વર્ણવેલું છે. | ખંભાતવાસી શ્રી અંબાલાલના સમાગમે શ્રી લલ્લુજી મુનિ તથા શ્રીમદ્જી પ્રત્યે શ્રી રેવાશંકરભાઈને પૂજ્યભાવ થયેલો. - વઢવાણ કેમ્પમાં શ્રીજીની પ્રેરણાથી પરમશ્રત પ્રભાવક મંડળની સં. ૧૯૫૬માં સ્થાપના થઈ તથા તેને માટે સારી ટીપ પણ થઈ હતી. તે મંડળના કાર્યવાહક તરીકે શ્રી રેવાશંકરભાઈની નિમણુંક થઈ હતી. આખી જિંદગી સુધી તેમણે તે કામ સેવાભાવે કર્યું હતું તથા શ્રી ગાંધીજીને તે મંડળના પ્રમુખ પણ તેમણે બનાવ્યા હતા.
મોક્ષમાળાના પ્રજ્ઞાવબોઘ ભાગની અનુક્રમણિકાના ૧૦૮ મણકા શ્રી રેવાશંકરની વિનંતીથી શ્રીમદે લખાવ્યા, તે શ્રી રેવાશંકરભાઈએ લખી લીધા હતા.
સં. ૧૯૬૦માં શ્રી અંબાલાલ તથા શ્રી રેવાશંકરભાઈ, ઘંઘુકામાં શ્રી લઘુરાજસ્વામીનું ચાતુર્માસ હતું ત્યાં તેમના સમાગમ અર્થે ગયેલા અને ત્રણ દિવસ રોકાયા હતા. શ્રી રેવાશંકરભાઈએ ધંધુકાના મુમુક્ષુઓને આત્મસિદ્ધિ શાસ્ત્રની એક એક નકલ પ્રભાવના તરીકે વહેંચી હતી.
(૧૯૪) લલ્લુ મુનિ (શ્રી લઘુરાજસ્વામી) (જન્મ સં. ૧૯૧૦ આસો વદ ૧, દેહત્યાગ સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૮) | ગુજરાતના ભાલ પ્રદેશમાં વટામણ ગામના પ્રતિષ્ઠિત ભાવસાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું તથા માતાનું નામ તુલાદેવી હતું. જન્મ પહેલાં જ પિતાનું અવસાન થયેલું અને ચાર માતાઓ વચ્ચે બક જ બાળક હોવાથી ઘણા લાડથી તેઓ ઊછરેલા. થોડું ભણી તેમણે શાળા છોડી ધથિી. ગામના મોટા માણસોમાં તેમની ગણતરી થતી. યુવાવસ્થામાં બે વાર તેમણે
Scanned by CamScanner