Book Title: Shrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Author(s): Ashok Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 105
________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત મોકલ્યો. હનમાને રાવણને આ પાપકાર્ય માટે ઠપકો આપ્યો. વિનાશને વિપરીતદ્ધિ પ્રમાણે રાવણને હનુમાનનો ઉપદેશ ન રુચ્યો. રાવણનો ભાઈ વિભીષણ તીવ્ર બુદ્ધિશાળી હતો. તેને પણ રાવણનું આ પાપકાર્ય કુલનાશનું કારણ લાગ્યું. વિનયપૂર્વક વિભીષણે રાવણને કહ્યું–આપણું કુળ પવિત્ર છે. આવા પાપકાર્યથી તમે તેને મલિન ન કરો. એક સ્ત્રી માટે મનુષ્યોની હિંસા ન કરાવો. રાવણે પોતાનો કદાગ્રહ ન છોડ્યો અને ઉશ્કેરાઈ જઈ વિભીષણને મારવા તૈયાર થયો. વિભીષણ ભાઈના પક્ષને અન્યાયી સમજી રામના પક્ષમાં ભળી ગયો. પછી મોટું યુદ્ધ જામ્યું. તેમાં રાવણ મરણ પામ્યો. રામની જીત થઈ. રામ પાછા અયોધ્યામાં આવ્યા. ભરતે દીક્ષા લીધી. લોકાપવાદને લીધે રામે ગર્ભવતી સીતાનો ત્યાગ કર્યો અને તેને વનમાં છોડી દીધી. અપવાદ એ હતો કે કામી રાવણને ત્યાં સીતા રહી અને રામે વગર પરીક્ષાએ એને પોતાના ઘરમાં પુનઃ રાખી. તે વનમાં એક રાજા હાથી પકડવા આવ્યો હતો. તે સીતાને પોતાની ઘર્મબહેન માની પોતાને ઘેર લઈ ગયો. ત્યાં સીતાને એક સાથે બે પુત્રો જન્મ્યા જેમના નામ લવ અને કુશ રાખવામાં આવ્યા. સમય જતાં તેઓ શૂરવીર અને કલાનિધાન થયા. રામલક્ષ્મણ સાથે સંગ્રામ કરીને તેઓ પ્રગટ થયા. સીતાની અગ્નિપરીક્ષા થઈ તેમાં તે શુદ્ધ કંચનની સમાન નિર્મળ સિદ્ધ થઈ. સંસારથી વિરક્ત થઈ તેણે જૈનેશ્વરી દીક્ષા લીધી. રામ રાજ્ય કરવા લાગ્યા. જૈનોમાં પદ્મપુરાણ, ઉત્તરપુરાણ તથા પઉમરિયમમાં એમની કથા વિસ્તારપૂર્વક વર્ણવેલી છે. હિંદુઓમાં તુલસીદાસત રામાયણ ક્યાં કોઈથી અજાણી છે? | (૧૯ર) રામાનુજાચાર્ય રામાનુજાચાર્યે વિશિષ્ટાતની વ્યવસ્થા કરીને તેને લોકવ્યાપી કર્યો હતો. એમનાં પત્ની એમના જેટલાં સુશીલ અને સંસ્કારી ન હોવાથી એક પ્રકારે એમના મનમાં ખેદ રહેતો. એક વાર એક સંન્યાસી રામાનુજને ત્યાં આવ્યો અને જે સ્થળે તે બેઠો હતો તે સ્થળ પત્નીએ પાણીથી ઘોઈ નાખ્યું. પૂછતાં કહ્યું કે – તે સંન્યાસી આપણી જાત કરતાં હલકો છે. આવી જ અનેક ઘટનાઓ ઘટવાથી રામાનુજ સંસારથી વિશેષ ઉદાસ થઈ ગયા. પછી પોતાની પત્નીને તેના બાપને ત્યાં મોકલીને દીક્ષા ગ્રહણ કરી. રામાનુજના તાત્ત્વિક સિદ્ધાંતોનું મૂળ ગીતા, ઉપનિષદો, ન્યાયશાસ્ત્ર અને બ્રહ્મસૂત્ર છે એમ એમનાં પુસ્તકો પરથી જણાય છે. રામાનુજનો જન્મ વિ.સં. ૧૦૧૭માં થયો હતો તથા તેઓ એકસો વશ વર્ષ જીવીને સ્વઘામ પધાર્યા હતા. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130