________________
૧૦૦
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત લગ્ન કરેલાં પણ સંતાન થયેલું નહીં. એકાએક તેમને પાંડુરોગ લાગુ પડ્યો. મોટા શહેરોમાં દવા કરાવ્યા છતાં મટવાની આશા મૂકવી પડી. ઘોળકાના પ્રખ્યાત કાળવૈદ્યે અસાધ્ય રોગ જાણી દવા કરવાની જ ના પાડી. તેથી તેમને વિચાર જાગ્યો કે પૂર્વે સત્કૃત્યો કરેલાં તેથી મનુષ્યભવ, ધનવૈભવ આદિ સામગ્રી મળી છે. પણ આ ભવમાં, પરભવમાં ભલું થાય તેવું તો કંઈ બન્યું નથી. તેથી જો આ રોગ મટી જાય તો માત્ર આત્મકલ્યાણ અર્થે જ જીવવું, સાધુ થઈ મોક્ષસાધના કરવી. દૈવયોગે તે જ ગામના એક વોરા પાસેથી તેમનાં માતુશ્રી રેચની દવા લાવ્યાં, તેથી સખત ઝાડા થયા અને વળતાં પાણી થયાં. થોડા વખતમાં હતું તેવું નીરોગી શરીર થઈ ગયું.
પરંતુ રોગની સાથે નિશ્ચય ચાલ્યો ન ગયો. રોજ સામાયિક કરવા, પાડોશમાં ઉપાશ્રય હતો, ત્યાં જતા. દેવકરણજી કરીને તેમની જ્ઞાતિના એક સમવયસ્ક ધર્માત્મા ભાઈ પણ ત્યાં આવતા હતા. તેમને લલ્લુભાઈએ કહ્યું–હું સાધુ થાઉં તો તું મારો શિષ્ય થાય ? તેને એ વાત મશ્કરી જેવી લાગી, તેથી તેવા જ ભાવમાં હા પાડી. થોડા દિવસ પછી તેમણે તેને પૂછ્યું : ‘તારે માથે કંઈ દેવું છે ?’’ દેવકરણજીને હવે તે વાત ગંભીર લાગી અને કહ્યું—“પાંચસો રૂપિયાનું દેવું છે.’” “તે હું આપી દઈશ અને આપણે કાઠિયાવાડમાં સગેવહાલે જવાનું નામ દઈ આચાર્ય હરખચંદજી પાસે સૂરત નાસી જઈએ,’ એમ લલ્લુજીએ નક્કી કર્યું, બન્ને સંમત થયા.
,,
આચાર્ય પાસે ગયા, પણ માબાપની રજા વિના દીક્ષા આપવાની તેમણે ના પાડી. રોજ મહારાજને વિનંતી કરતા પણ તે મક્કમ રહ્યા. એવામાં વટામણથી તપાસ કરતાં તેમનાં માતુશ્રી ત્યાં આવી ચઢ્યાં. તેમને મહારાજે વાત કરી, તેમનો વૈરાગ્ય વખાણ્યો. પણ માતાજીએ કહ્યું કે તેને પુત્ર નથી તેથી રજા અમે નહીં આપીએ. “પણ પુત્ર થાય તો તેને દીક્ષા લેવા દેશો ?'' એમ મહારાજે પૂછ્યું. તેથી પુત્રની લાલચે તેમણે હા પાડી. પછી લલ્લુજીને અને દેવકરણજીને પરાણે સમજાવીને તેઓ ઘેર લઈ ગયા.
એકાદ વર્ષમાં લલ્લુજીને એક પુત્ર થયો. એટલે તેમણે મહારાજને વટામણ તેડાવ્યા અને એક માસ આગ્રહ કરીને રાખ્યા. માતુશ્રીએ વચન આપેલું એટલે દીક્ષાની રજા મળતાં ખંભાત સ્થાનકવાસી સંપ્રદાયમાં તેઓ દેવકરણજી સાથે સં. ૧૯૪૦માં દીક્ષિત થયા. તેમના પ્રશંસકોએ તેમના વૈરાગ્ય અને દીક્ષા વિષેની ઢાળો જોડી, તે ઠેકાણે ઠેકાણે ગવાવા લાગી. પણ આત્મકલ્યાણનો લક્ષ તેમનો મંદ ન પડ્યો. એક દિવસ ઉપવાસ ને બીજે દિવસે પારણું એમ પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા, પણ તેથી વૃત્તિઓનો જય થયો નહીં. તેથી આચાર્યને પોતાની વાત જણાવી. તેમણે રાત્રે પોતાની સાથે કાયોત્સર્ગમાં બેસવાની રજા
આપી.
તેમ કરવાથી તાત્કાલિક ઠીક લાગ્યું, પણ વૃત્તિઓનું તોફાન મટ્યું નહીં. તેથી થ્રુ
Scanned by CamScanner