________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૦૧
કરવું તેની મૂંઝવણમાં તે હતા. તેવામાં શ્રી અંબાલાલ મારફતે શ્રીમદ્ભુની પ્રશંસા સાંભળી અને ખંભાતમાં શ્રીમદ્ પધાર્યા ત્યારે પ્રત્યક્ષ સમાગમે તેમની આજ્ઞા આરાધતાં સહજ શાંતિ અનુભવાઈ. તેથી અંતરંગમાં તેમને ગુરુ માની મુનિવેશમાં જ સદ્ગુરુ ભક્તિમાં તે લીન રહેતા.
સં. ૧૯૪૬માં તેમને શ્રીમનો પ્રથમ સમાગમ થયો હતો. પછી પગે ચાલીને વિહાર કરતા શ્રીમદ્ભુના સમાગમ અર્થે તે સં.૧૯૪૯નું ચોમાસું મુંબઈ રહ્યા, રોજ તેમને એકાદ કલાક સમાગમ મળતો. મુંબઈ છોડી સુરત જવાનું હતું, ત્યારે શ્રીમદે મુનિશ્રી લલ્લુજીને ‘સમાધિશતક' થોડું જાતે સંભળાવીને, તેના પ્રથમ પૃષ્ઠ ઉપર આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' લખીને આપ્યું. ત્રણ વર્ષ સુધી મુનિશ્રીએ મૌન પાળ્યું અને સમાધિશતકનું મનન કર્યું.
એકદા સખત માંદગી આવતાં તેમને સમ્યક્દર્શનની ભાવના ઉગ્રપણે પ્રગટી તે સંતોષવા શ્રીમદ્ છ પદનો પત્ર લખી ‘આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે’ એ વાત દૃઢ કરાવી. સં. ૧૯૫૪ માં વસો ક્ષેત્રે શ્રીમદ્ભુ એક માસ રહેલા તે વખતે મુનિશ્રીનું ત્યાં ચોમાસું હતું. તે વખતના સમાગમે તેમને આત્મજ્ઞાન વા સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ. સં.૧૯૫૫ માં ઈડરના પહાડોમાં શ્રીમદ્ઘ નિવૃત્તિ અર્થે રહેલા તે વખતે મુનિશ્રી લલ્લુજી આદિ સાત મુનિઓને સારો સમાગમ થયેલો. શ્રી દેવકરણજી સ્વામીને તો એટલો આનંદ આવેલો કે તે બોલી ઊઠ્યા–‘હવે ગામમાં જવું જ નથી.’” શ્રીમદે કહ્યું : “કોણ કહે છે કે જાઓ ?’' શ્રી દેવકરણજી કહે : “આ પેટ પડ્યું છે; તે શું કરીએ ?’' શ્રીમદે કહ્યું : “મુનિઓને પેટ છે તે જગત જીવોના કલ્યાણને અર્થે છે.” ફરી વળી નરોડામાં સં.૧૯૫૬ માં પરમકૃપાળુદેવના સમાગમનો લાભ મુનિઓને મળેલો,
સં. ૧૯૫૭માં શ્રીમદ્ભુ આગાખાનને બંગલે થોડો વખત રહેલા ત્યારે મુનિઓને સમાગમ અર્થે બોલાવેલા અને શ્રી પ્રાણજીવનદાસ ડૉક્ટરને શ્રીમદ્ભુએ જણાવેલું કે “આ બે મુનિઓ (શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી) ચોથા આરાના મુનિ સમાન છે, ચોથા આરાની વાનગી છે.’’
શ્રીમદ્ભુજીએ મુનિશ્રી લલ્લુજીને છેલ્લી ભલામણ કરેલી કે અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં. તમારે કોઈની પાસે જવું નહીં. બીજા તમારી પાસે આવશે. દુમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો. રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે, તે ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાશ સહન કરી શકે તેવા નથી. તેથી લઘુતા ઘારી કલ્યાણમૂર્તિ બનશો, તો ઘણા જીવોનું કલ્યાણ તમારા
દ્વારા થશે.
Scanned by CamScanner