________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત અનેક વસ્તુઓ મોકલવા લાગ્યો. રાજિમતીએ તેનો દુષ્ટ અભિપ્રાય જાણી લીધો છે કોઈ રીતે એને ઉપદેશ મળે એવા ઉદેશથી, એક દિવસે શ્રીખંડ ખાઈને બેઠી હતી ત્યાં રહનેમિ આવ્યો એટલે રાજિમતીએ મીંઢળ સુંધીને શીખંડ ઓડી કાઢ્યું અને તે કે–તમે આનું પાન કરો. રહનેમિ દુગચ્છાપૂર્વક બોલ્યો કે–આ કેમ ખવાય? આ તો વમન છે. રાજિમતીએ ઉત્તર આપ્યો-જો તમારામાં આટલો વિવેક છે તો તમે તમારા દુષ્ટ આગ્રહને કેમ છોડતા નથી? તમારા ભાઈએ મને ત્યાગેલી હોવાથી હું પણ એ રીતે વમન જ છું.
રાજિમતીની યુક્તિથી તે જરાક શાંત થયો, પણ અંતરંગમાંથી વાસના ગઈ નહીં. રાજિમતીએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા ઘારણ કરી. રહનેમિએ પણ દીક્ષી લીઘી. પછી એક વખતે રહનેમિએ, ગોચરી કરીને ગુરુની પાસે આવતાં માર્ગમાં વરસાદ પડવાથી, એક ગુફાનો આશરો લીઘો અને ધ્યાનમાં સ્થિત થયા.
કર્મયોગે તે જ ગફામાં રાજિમતી આવી. તેના બઘા વસ્ત્રો ભીના થયા હતા. તેથી એકાંત જોઈને તે વસ્ત્ર કાઢીને સૂકવવા લાગી. રાજિમતીને આ પ્રકારે નિર્વસ્ત્ર જોઈને રહનેમિની પૂર્વની વાસના જાગૃત થઈ અને તેણે ભોગસુખની માગણી કરી. રાજિમતીએ તરત વસ્ત્ર પહેરી લીધા અને કહ્યું કે–હે રહનેમિ! હું ઉગ્રસેન રાજાની કન્યા છું તથા તમે સમુદ્રવિજય મહારાજાના પુત્ર છો. આપણાં કુળ ઉચ્ચ છે. એટલે અત્યારે ત્યાગ કરેલી વસ્તુની કેમ ઇચ્છા કરી શકીએ? આપણે બન્ને પોતપોતાના કુળમાં ગંઘન સર્પ જેવા ન થઈએ. પણ અગંઘન સર્પ જેવી આપણી વૃત્તિ હોવી જોઈએ. માટે તમે તમારા ચારિત્રનું આચરણ કરો. જો આ પ્રમાણે સ્ત્રીઓને જોઈ મોહ પામશો તો સંયમને કેવી રીતે પાળી શકશો? સતી રાજિમતીના આવા વચનો સાંભળી, અંકુશથી જેમ હાથી વશ થાય તેમ રહનેમિ શાંત થઈ ગયા તથા વિકારબુદ્ધિ છોડી દીધી. આ કથા દશવૈકાલિક સૂત્રમાં આવે છે.
(૧૧) રામચંદ્રજી ન શ્રી રામ અયોધ્યાના મહારાજ દશરથના ચાર પુત્રોમાં સૌથી મોટા પુત્ર હતા. બાલ્યવયમાં શ્રી રામે અનેક પરાક્રમો કર્યા હતા. મિથિલા નગરીના રાજા જનકના રાજ્યમાં મ્લેચ્છો આવીને ઉત્પાત તથા લૂંટફાટ કરવા લાગ્યા, ત્યારે જનક રાજાએ દશરથની મદદ માગી. તેથી શ્રી રામ ત્યાં ગયા અને યુદ્ધમાં મ્લેચ્છોને હરાવ્યા, તથા દિવ્ય ઘનુષ ઉપાડી જનકની કન્યા સીતાને પરણ્યા. લક્ષ્મણ એક અનુચરની જેમ
૧. સર્પ કોઈને ડસે ત્યારે ગાડિક મંત્ર વડે તે સર્પને બોલાવે અને વિષ ચૂસી લેવા કહે અને ન ચૂસવું હોય તો બાજુના અગ્નિકુંડમાં પડવા કહે. તે વખતે ગંઘનકુળનો સર્પ ઝેર ચૂસી લે પણ અગંધન કુળનો સર્પ અગ્નિકુંડમાં પડીને બળી જાય પણ ઓકેલું ઝેર ન ચૂસે.
Scanned by CamScanner