________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
રામની આજ્ઞા પાલવામાં સદા તત્પર રહેતા. એ બન્ને ભાઈઓમાં પરસ્પર અપાર સ્નેહ હતો. એક બીજાના વિયોગને જરાય ખમી શકતા નહીં. શ્રીરામને રાજ્યયોગ્ય જાણીને રાજાએ તેમના રાજ્ય-અભિષેકની તૈયારી કરાવી. તે વાત રાજાની બીજી રાણી કૈકેયીના જાણવામાં આવી તેથી તે અપ્રસન્ન થઈ અને રાજાને જઈને કહ્યું–મને પૂર્વે આપેલા વરદાનના બદલામાં આપ રામને રાજ્ય ન આપતાં મારા પુત્ર ભરતને આપો. રાજા સત્યપ્રતિજ્ઞ હતા. તેથી તેમણે તે વાત કબૂલ રાખી.
૯૭
શ્રી ૨ામે જોયું કે જ્યાં સુધી રાજ્યમાં હું રહીશ ત્યાં સુધી ભરતને કોઈ રાજા તરીકે માનશે નહીં. તેથી રામે વન પ્રતિ પ્રસ્થાન કર્યું. સીતા તથા લક્ષ્મણે પણ એ જ માર્ગ લીધો. ભરતની રાજ્ય કરવાની ઇચ્છા ન હતી. તે તો પોતાના પિતાની સાથે દીક્ષા લેવાના વિચારવાળા હતા. ભરતે રામને પગે લાગીને પાછા રાજ્યમાં ફરવા કહ્યું, પણ દૃઢનિશ્ચયી રામ પાછા ન આવ્યા એટલે ભરતે કમને રાજ્ય સ્વીકાર્યું.
જ્યાં જ્યાં શ્રીરામ જતા ત્યાં ત્યાં પુણ્યના પ્રભાવને લીધે એમનો યોગ્ય આદર સત્કાર થતો. માર્ગમાં અનેક રાજાઓ તથા માણસોને વિપત્તિમાંથી મુક્ત કરતા કરતા રામ દંડકારણ્યમાં આવી પહોંચ્યા. ત્યાં વિદ્યાધર ખરદૂષણનો પુત્ર અને રાવણનો ભાણેજ શંબૂક સૂર્યહાસ ખડ્ગ સાધતો હતો. બાર વર્ષ પછી તે ખડ્ગ સિદ્ધ થયું. પણ લેવામાં થોડીક વાર હતી. વનની શોભા જોવા નીકળેલા લક્ષ્મણે તે ખડ્ગ ઉપાડ્યું ને તેની તીક્ષ્ણતા જોવા ત્યાં ઊભેલા વંશવૃક્ષો ઉપર ચલાવ્યું. તેથી મંડલાકારે રહેલા વંશવૃક્ષોમાં રહીને ખરદૂષણનો પુત્ર વિદ્યા સાધતો હતો તે અજાણપણે મરાયો. લક્ષ્મણને તેથી ઘણો ખેદ થયો. પણ ભવિતવ્યતા, તેને કોણ રોકી શકે? પુત્રમરણના સમાચાર પામી ખરદૂષણ રામ તથા લક્ષ્મણને મારવા અર્થે મોટું લશ્કર લઈને તે વનમાં આવ્યો. લક્ષ્મણ ખરદૂષણ સાથે લડવા જતાં રામને કહેતા ગયા જ્યારે મારા પર ભીડ આવી પડશે ત્યારે હું સિંહનાદ કરીશ. ત્યાં લંકાનો રાજા રાવણ પણ આવ્યો. સીતાનું રૂપ જોઈને તે લડવાનું ભૂલી જઈ ઉન્મત્ત બન્યો. પછી રામને છળીને તે છાની રીતે સીતાને ઉપાડી ગયો. તે સંગ્રામમાં વિરાઘિત નામનો એક વિદ્યાધર આવીને લક્ષ્મણનો સેવક થઈને મદદ કરવા લાગ્યો. તે પ્રથમથી જ ખરદૂષણનો શત્રુ હતો. ખરદૂષણ સંગ્રામમાં લક્ષ્મણના હાથે મરાયો.
કે
રામ સીતાના વિયોગમાં દુ:ખી થયા. સીતાની વનમાં ઘણી શોધખોળ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. વનમાંથી રામ, લક્ષ્મણ તથા વિરાઘિત ઇત્યાદિ સર્વે એક સુરક્ષિત સ્થાનમાં (પાતાલલંકામાં) ગયા. ત્યાં સુગ્રીવ આવીને રામને મળ્યો. રામે સુગ્રીવના દુઃખો દૂર કર્યા, પછી સુગ્રીવને સીતાની શોઘ કરતાં માલૂમ પડ્યું કે રાવણ સીતાને હરી ગયો છે. તેથી રામની સાથે મંત્રણા કરીને હનુમાનને લંકામાં
Scanned by CamScanner