________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત પરમકૃપાળુદેવે શ્રી રણછોડભાઈને પરમકારુણ્યભાવે એક વખત કહેલું કે લલ્લુજી સ્વામી તથા શ્રી દેવકરણજી સ્વામી ચોથા આરાની વાનગીરૂપ મુનિઓ છે પરમકૃપાળુદેવના નિર્વાણ પછી મનસુખભાઈએ પરમકૃપાળુદેવના પુત્રી શ્રી જવલબેનનું લગ્ન રણછોડભાઈના પુત્ર શ્રી ભગવાનદાસ સાથે કર્યું હતું.
શ્રી જવલબેન અત્યંત સરલ, શાંત, ગુણગંભીર હતા. પરમકૃપાળુદેવની સુ
શ્રદ્ધાભક્તિથી રંગાયેલા હતા.
૯૪
શ્રી ભગવાનદાસ સરલ ભદ્રિક સેવાભાવી શ્રદ્ધાવાન પુણ્યાત્મા હતા. પરમકૃપાળુદેવની જન્મભૂમિ શ્રી વવાણિયાક્ષેત્રે શ્રી ભગવાનદાસ તથા શ્રી જવલબેને ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’ નામનું બહુ જ સુંદર મંદિર બંધાવ્યું છે. રહેવાની, જમવાની વગેરે સારી સગવડ છે. યાત્રાનું ધામ છે. જવલબેન ખૂબ જ પ્રેમભક્તિથી એ મંદિરનું સંચાલન કરે છે. પરમકૃપાળુદેવના બીજા પુત્રી શ્રી કાશીબેન અત્યંત પ્રેમાળ અત્યંત ભક્તિમાન સત્પ્રદ્ઘાવંત પુણ્યાત્મા હતા. શ્રી કાશીબેનનું લગ્ન મોરબીના રેવુભાઈ (રેવાશંકર) ડાહ્યાભાઈ સંઘવી સાથે થયેલું. શ્રી કાશીબેન શાંતિ સમાધિથી દેહત્યાગ કરી ગયા છે. શ્રી રેવુભાઈ સંઘવી વવાણિયામાં મંદિરમાં નિવૃત્તિમાં રહે છે. દર્શને આવનાર મુમુક્ષુઓની ખૂબ જ પ્રેમથી સંભાળ લે છે, પૂરતી સગવડ કરી આપે છે. શ્રી રણછોડભાઈના ઘર્મપત્ની શ્રી મણીબેન તથા શ્રી રણછોડભાઈ અગાસ આશ્રમમાં ઘણી વખત આવતા. દેહ છૂટવાના થોડા દિવસ અગાઉ શ્રી રણછોડભાઈને ખૂબ જ ઉલ્લાસથી પરમકૃપાળુ શ્રી લઘુરાજ સ્વામીએ અનંત અનંત કરુણાથી ૫૨મોત્કૃષ્ટ બોધ કર્યો. શ્રી રણછોડભાઈ રડી પડ્યા. હૃદય ભરાઈ આવ્યું અને બોલ્યા કે પરમકૃપાળુદેવ ઘર્મપુરમાં રહેલા પણ મેં ઓળખ્યા નહીં. બહુ જ પશ્ચાત્તાપ કર્યો. શ્રી લઘુરાજસ્વામી બોલ્યા કે તમે પરમ કૃપાળુદેવની સેવા કરી છે તેથી તમને અનંત લાભ થયો છે—અપૂર્વ જોગ મળ્યો છે. હવે તો ચેતી લેવાનું છે. આઉખાના ભસા નથી. એક પરમકૃપાળુની પકડ શ્રદ્ઘા કરી લેવાની છે. શ્રી રણછોડભાઈને ખૂબ જ આનંદ થયો. પૂરેપૂરું સમાઘાન થયું. આ લેખકને, શ્રી રણછોડભાઈએ કહ્યું કે આ વખતે મને અનંત લાભ થયો છે, બહુ જ આનંદ થયો છે. પરમકૃપાળુદેવનો મહિમા અનંત અનંત અપાર અપાર છે. પરમકૃપાળુદેવે મને પ્રભુશ્રીજી શ્રી લઘુરાજ સ્વામી માટે કહેલું કે તેઓ ચોથા આરાની વાનગીરૂપ મુનિ છે. તે વાતનો આજે મને સાક્ષાત્ અનુભવ થયો છે. શ્રી રણછોડભાઈ અહીંથી ગયા પછી થોડા જ વખતમાં શાંતિ સમાધિથી દેહત્યાગ કરી પરમદુર્લભ એવા મનુ ભવને સફળ કરી ગયા હતા. દેહ છૂટતી વખતે પરમકૃપાળુદેવની કૃપાથી મનસુખ લાલ કિરતચંદ મહેતા તેમને પરમકૃપાળુદેવના વચનામૃતો સંભળાવતા હતા.
Scanned by CamScanner