________________
૯૨
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
નામ યોગવાસિષ્ઠ છે. પૂર્વ રામાયણની જેમ આમાં પણ છ પ્રકરણ છે. તેના નામ આ પ્રમાણે છે – વૈરાગ્ય, મુમુક્ષુ, ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશમ અને નિર્વાણ. આ ગ્રંથ ૩૨૦૦૦ શ્લોકપ્રમાણ છે.
શ્રીમદ્ભુએ પોતાના પત્રોમાં મુમુક્ષુઓને વૈરાગ્ય પ્રકરણ તથા મુમુક્ષુ પ્રકરણ વાંચવાની ભલામણ કરી છે. તેથી તે વિષે અત્ર થોડી માહિતી આપીએ છીએ.
૧.વૈરાગ્ય પ્રક૨ણ—એમાં જગતના પદાર્થોનું મિથ્યાપણું અને નશ્વરતા સંપૂર્ણપણે દર્શાવીને એમ જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી મુમુક્ષુને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષનો અધિકારી થઈ શકતો નથી. વૈરાગ્યને દૃઢ કરવા અર્થે બાલ-યૌવન-વૃદ્ધાવસ્થા, ધન અને સ્ત્રી આદિ પદાર્થોના દોષોનું વર્ણન સુંદર રીતે કરવામાં આવ્યું છે કે જે સાંભળીને મોહી જીવને પણ એક વાર તો અવશ્ય વૈરાગ્ય ઉત્પન્ન થાય.
૨.મુમુક્ષુ પ્રકરણ—એમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે ચિત્તરૂપી મનમાં વાસનારૂપી નદી પ્રબળ વેગથી વહે છે. તેનો સહચારી થવાથી મનુષ્ય અવશ્ય અજ્ઞાનસાગરમાં જઈ ડૂબે છે. માટે ઉચિત એ છે કે પ્રથમ મલિન વાસનાઓનો ત્યાગ કરીને શુભ વાસનાઓમાં આવવું. ત્યારપછી સર્વ પ્રકારની વાસનાઓનો સંબંધ ત્યાગી સ્વરૂપમાં લીન થવું. પુરુષાર્થથી જ સિદ્ધિ થાય છે પણ પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી બેસી રહેવાથી કંઈ કાર્યની સિદ્ધિ થતી નથી. શમ, વિચાર, સત્સંગ અને સંતોષ એ મોક્ષરૂપી મંદિરના ચાર દ્વારપાલ છે. જો એ ચારેની સેવા ન થઈ શકે તો ત્રણની, બેની અને છેવટે એકની સેવાથી પણ મોક્ષમંદિર પ્રત્યે જવાય છે. રસાયનનું પાન કરવાથી અથવા લક્ષ્મીની પ્રાપ્તિથી કાંઈ સત્યસુખ મળતું નથી, પણ શમથી જ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. જેને જગતનાં શુભાશુભ પદાર્થોથી હર્ષ કે વિષાદ થતા નથી તે શાંત છે. વિચારથી બુદ્ધિ તીવ્ર થાય છે, અને પરમપદની પ્રાપ્તિ થાય છે. “હું કોણ છું? આ સંસાર શું છે ?’” ઇત્યાદિ વિષયનું વારંવાર ચિંતન કરવું તે વિચાર કહેવાય છે. અપ્રાપ્ત વસ્તુની ઇચ્છાનો ત્યાગ કરવો અને પ્રાપ્ત વસ્તુમાં સમતા રાખવી, હર્ષ વિષાદથી રહિત થવું, અને ચિત્તમાં પદાર્થોની આશા ન રાખવી, એનું નામ સંતોષ છે. સંત-સમાગમ એ જ આ સંસારસમુદ્રને તરવાને નૌકા છે, અને સંત તે જ છે કે જેના હૃદયની ગ્રંથિ તૂટી ગઈ હોય અને જેનામાં જ્ઞાન અને સમતાનો પૂર્ણ વિકાસ થયો હોય. આ પ્રકરણનો સારાંશ આ છે કે વાસના-ક્ષયને જ પંડિત લોકો મોક્ષ કહે છે; અને પદાર્થોની વાસના દૃઢ થવી એનું જ નામ બંઘન છે. આ પ્રમાણે આ પ્રકરણમાં મુમુક્ષુઓને અતિ ઉપયોગી ઉપદેશ છે.
વૈરાગ્ય અને મુમુક્ષુ પ્રકરણના સારાંશરૂપ પદ્યાનુવાદ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ
Scanned by CamScanner