________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૯૧ આ અધ્યાત્મયોગ ચાર પ્રકારે છે – ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષેપ. આ 3) તાત્વિક અને અતાત્ત્વિકના ભેદથી બે પ્રકારે છે. એનું કારણ નિવણની ભિલાષા તથા લોક અપેક્ષા છે. એટલે જે યોગ માત્ર મોક્ષેચ્છાથી કરવામાં આવે છે. વિક છે, અને જે યોગ લોકોને પ્રસન્ન કરવા અર્થે કરવામાં આવે છે તે
અતાત્વિક છે.
યથાર્થ યોગ મુમુક્ષુને માટે કલ્પવૃક્ષ સમાન છે, ચિંતામણિ જેવો છે. ઘર્મકાર્યોમાં પણ યોગ જ પ્રઘાન છે. | યોગસાધનાથી મૃત્યુનો પણ અભાવ થાય છે. આ પ્રમાણે આચાર્યે યોગસંબંધી લાંબી ચર્ચા કરી છે.
(૧૫૫) યોગવાસિષ્ઠ રામાયણ યોગવાસિષ્ઠ મહારામાયણ નામક ગ્રંથ મુમુક્ષુઓ માટે સર્વસ્વ તથા બ્રહ્મવિદ્યા (આત્મજ્ઞાન)ના ગ્રંથોમાં શિરોમણિ ગણાય છે. આ ગ્રંથને ઉત્તર રામાયણ પણ કહે છે. પૂર્વ રામાયણમાં રામચંદ્રજીના જન્મથી લઈને તેમનો વનવાસ આદિ અનેક સાંસારિક હકીકતો, સંસારમાં મનુષ્ય પિતૃભક્તિ ભાતૃસ્નેહ અને સત્યઘર્મનું પાલન કેવી રીતે કરી શકે છે, તે બતાવવા માટે વર્ણવવામાં આવી છે.
પૂર્વ રામાયણમાં મૂલમંત્ર એ છે કે–લોકમાં સત્ય જ ઈશ્વર છે. સત્યમાં જ ઘર્મ સદા સ્થિત છે, સત્ય જ સર્વનું મૂળ છે અને સત્ય કરતાં કોઈ ઉત્તમ પદ નથી. દાન, તપ, યજ્ઞ, હવનાદિ ક્રિયાઓને પણ સત્યનો જ આધાર છે. માટે સત્યપરાયણ એવો હું લોભ, મોહ તથા અજ્ઞાનને આધીન થઈ પિતાની આજ્ઞાને તોડીશ નહીં એવી રામચંદ્રજીની વિચારણા બતાવી છે.
ઉત્તર રામાયણ જે યોગવાસિષ્ઠ કહેવાય છે તેમાં વસિષ્ઠજીએ રામચંદ્રજીને એવો ઉપદેશ આપ્યો છે કે જેથી તેઓ સંસારના કાર્યો કરવા છતાં પણ તેથી નિર્લિપ્ત રહી, જીવન્મુક્તિનો અનુભવ લઈ, વિદેહ કૈવલ્યના ભાગી બન્યા હતા. આ કથા પ્રસંગ આ પ્રકારે છે :- રામચંદ્રજી પિતાની આજ્ઞા લઈને તીર્થયાત્રા તથા દેશાટન કરવા ગયા ત્યાંથી પાછા ફર્યા પછી તેમને સંસાર પ્રત્યે એવો તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો કે જેને લીધે દૈનિક કાર્યો તથા ભોજનાદિ પણ ગમતા નહીં. તેઓ એકાંતમાં બેસીને પોતાનો વિચાર કરતા.
એક દિવસ વિશ્વામિત્ર ત્યાં આવ્યા. રામે પ્રાર્થના કરી કે આપ મને એવો ઉપદેશ આપો કે જે વડે હું આ શોકસાગરથી પાર ઊતરી શકું. ત્યારે વિશ્વામિત્રે. રામના મુખે તેમની વૈરાગ્યદશા સાંભળી શ્રી વસિષ્ઠજીને ભલામણ કરી કે શ્રી રામને અધિકારી જાણી ઉપદેશ આપો. એટલે વસિષ્ઠજીએ ઉપદેશ આપ્યો. એ ઉપદેશનું
Scanned by CamScanner