________________
૯૦
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત - યોગ' એટલે મોક્ષ સાથે જોડાણ. બોઘના તારતમ્ય અનુસાર તેની દ્રષ્ટિઓ છે, તેના નામ આ પ્રમાણે છે – મિત્રા, તારા, બલા, દીસા, સ્થિર, કાંતા પ્રભા અને પરા. આ દ્રષ્ટિઓમાં કયા કયા દોષોનો અભાવ થાય છે, કયા છે ગુણોની પ્રાપ્તિ થાય છે, તથા બોઘ કેવો હોય છે, કેટલી વૃષ્ટિઓ સુધીનો જીવ પતિથાય છે, તથા યોગના લોકમાન્ય અંગ કયા છે વગેરેનું આધ્યાત્મિક દ્રષ્ટિએ બ સુંદર વિવેચન કરેલું છે. એના વાંચનથી આત્માને પોતાની દશાનું ભાન થઈ શકે કારણ કે આ દ્રષ્ટિઓ એક પ્રકારે આત્માની ઉત્તરોત્તર ચઢતી શ્રેણિઓ છે. પ્રથમ તેમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ તથા સામર્થ્યયોગ એમ ત્રણ ભેદ પણ યોગ્ય રીતે કહેલા છે. આ જ યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રંથનો આઘાર લઈને ભાવાર્થરૂપે શ્રી યશોવિજયજાએ આઠ દ્રષ્ટિની સઝાય નામક પદ્યરચના કરી છે. શ્રીમદ્જી એક પત્રમાં લખે છે કેયોગદ્રષ્ટિ સમુચ્ચય (સક્ઝાય) કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દ્રષ્ટિઓ આત્મદશામાપક (થર્મોમિટર) યંત્ર છે. વર્તમાનમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં શ્રી લઘુરાજ સ્વામીની આજ્ઞાનુસાર આ વૃષ્ટિઓ નિત્યના કાર્યક્રમમાં હોવાથી દિવસમાં એક વાર અવશ્ય બોલાય છે.
(૧પ૩) યોગપ્રદીપ આ ગ્રંથ ૧૪૩ શ્લોકપ્રમાણ છે. એમાં પ્રઘાન વિષય યોગ છે. અહીં યોગનો અર્થ ધ્યાન છે. તેથી ધ્યાન સંબંધી સાદી અને સરલ સંસ્કૃત ભાષામાં વિવેચન છે.
એક સ્થળે ગ્રંથકર્તા લખે છે કે –“સંતોષરૂપ અમૃતમાં મગ્ન રહેનાર, હમેશાં શત્રુ અને મિત્રમાં સમાન, સુખ અને દુઃખને નહીં જાણનાર, રાગદ્વેષથી રહિત, કાંતિના સમૂહની જેમ શોભાવાળા, સર્વ લોકોનો ઉપકાર કરનાર અને સદા આનંદ સુખથી પૂર્ણ એવા પોતાના આત્માનું ધ્યાન કરવું.” - આ જ પ્રમાણે આત્માને બોઘતા અનેક શ્લોક એમાં છે. આ ગ્રંથ બનાવનાર દિગંબર સંપ્રદાયના સાધુ શ્રી હર્ષકીર્તિ છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ૧૯૫૪ના માર્ગશીર્ષની પૂર્ણિમાએ “જૈન દિગંબરી સંઘ ભાવનગર તરફથી બહાર પડ્યો હતો. અત્યારે અપ્રાપ્ય છે.
- (૧૫૪) યોગબિદડા આ ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યની કૃતિ છે. તેમાં યોગને લગતી સારી માહિતી આપી છે. યોગદ્રષ્ટિસમુચ્ચય કરતાં એનો વિષય જુદો છે. એમાં લખ્યું છે કે આ આત્મા અન્ય(કમીના સંયોગથી સંસારી છે, તથા તેનો વિયોગ થવાથી મુક્ત થાય છે. આ બન્ને અવસ્થાઓ આત્માની છે. જેમ અશુદ્ધ સુવર્ણની શુદ્ધિ થાય છે, તેમ યોગાદિ વડે આત્માની પણ શુદ્ધિ થાય છે.
Scanned by CamScanner