________________
૮૮
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૧૪૯) મોક્ષમાર્ગ પ્રકાશક મોક્ષમાર્ગ પ્રકાશકના કર્તા આચાર્યકલ્પ શ્રીમાનું ૫૦ ટોડરમલજી છે. આ ગ્રંથનો દિગંબર જૈન સમાજમાં સારો પ્રચાર છે. જે લોકો સંસ્કૃત ગ્રંથો વાંચી શકતા નથી, તેઓ પણ આ ગ્રંથના સ્વાધ્યાયથી જૈનસિદ્ધાંતનું જ્ઞાન મેળવી શકે છે.
પં. ટોડરમલજી જયપુરમાં એક પ્રસિદ્ધ વિદ્વાન થઈ ગયા છે. એમણે ગોમ સાર આદિ ગહન સિદ્ધાંતગ્રંથોની ટીકાઓ લખી છે જે સમાજમાં બહુમાન્ય છે.
મોક્ષમાર્ગ પ્રકાશક' ગ્રંથ એક પ્રકારે સાર્થકનામવાળો છે. તીવ્ર આત્માર્થીને એના સ્વાધ્યાયથી ઘણી શાંતિ મળી શકે છે. ગ્રંથમાં નવ અધિકાર છે. આ અઘિકારોમાં જૈન સિદ્ધાંતની સૂક્ષ્મ વાતો રહેલી છે. સામાન્યપણે બધા ઘમની સમીક્ષા કરીને ગ્રંથકારે જીવોને સન્માર્ગ સન્મુખ થવાની પ્રેરણા કરી છે. આ ગ્રંથ અનેક વાર છપાઈ ગયો છે. એ જ એની લોકપ્રિયતાનો નમૂનો છે. શ્રીમદ્જીએ પત્રાંક ૭૯૨, ૭૯૮ અને ૮૦૭માં આ ગ્રંથ વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
(૧૫o) યશોવિજયજી યશોવિજયજીનું નામ જૈન સમાજમાં જાણીતું છે. તેઓ એક પ્રખર તાર્કિક, મહાન શાસ્ત્રજ્ઞ તથા ચારિત્રવાન મહાત્મા મુનિ હતા. એમના ગ્રંથોમાં એમનું વિશાળ જ્ઞાન સ્પષ્ટ જણાઈ આવે છે.
એમણે પ્રાયઃ ઘર્મના બઘા સિદ્ધાંતો પર કલમ ચલાવી છે. ન્યાય, કાવ્ય, કર્મ સિદ્ધાંત, ઉપદેશ બોઘ, તથા ગુજરાતી સાહિત્ય આદિ બઘામાં તેઓ ઘણા નિપુણ હતા. શ્રી હેમચંદ્રાચાર્ય પછી સર્વશાસ્ત્ર-પારગામી, સૂક્ષ્મદ્રષ્ટા અને બુદ્ધિનિશાન યશોવિજયજી જેવા જૈન શાસનમાં કોઈ થયા નથી. શ્રી હરિભદ્રસૂરિ જેવા તલસ્પર્શી વિદ્વાન જૈન સમાજમાં એક જ થયા છે, અને તેમની પછી લગભગ એક હજાર વર્ષે યશોવિજયજી થયા.
એમનો જન્મ ગુજરાતની પવિત્ર ભૂમિમાં કલોલ પાસેના કનોડા ગામમાં નારાયણ વ્યવહારીને ત્યાં તેની પત્ની સૌભાગ્યદેવીથી સં. ૧૯૮૦ની લગભગ થયો હતો. બાલ્યાવસ્થામાં એમનું નામ જશવંત હતું. દીક્ષા લીધા પછી એ યશોવિજય થયા. એમની વિદ્વત્તા સર્વતોમુખી હતી. એ જ્યારે કાશીમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક પ્રબળ પરવાદીને વાદમાં જીતીને એમણે ખ્યાતિ મેળવી હતી. પછી ભારતભરમાં વિચરીને એમણે જૈનધર્મનો પ્રકાશ કર્યો હતો.
એમના બાળપણનો એક પ્રસંગ છે. એ પાંચ વર્ષના હતા. એમના દાદીને ભક્તામર સાંભળીને જમવાનો નિયમ હતો. એકદા ભારે વરસાદ હોવાથી ત્રણ ચોર
Scanned by CamScanner