________________
८०
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત સુધારસ’નું સુંદર વિવેચન ભાઈ મનસુખલાલે કર્યું છે. તે તેમના અવસાન પછી તેમના સુપુત્ર ભગવાનદાસ ડૉક્ટરે બહાર પાડ્યું છે.
શ્રી મનસુખલાલની મુખ્ય સેવા તો, ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથની બીજી આવૃત્તિ ઘણા અભ્યાસ પછી તેમણે બાળબોધ લિપિમાં પ્રસિદ્ધ કરી છે, તે છે. એકલા હાથે, ઘણા પરિશ્રમે તેમણે મૂળ હસ્તાક્ષરો તપાસી, હાથનોંઘોના કાળનો બનતો નિર્ણય કરી તે તે વિષયો સાથે હાથનોંધો ગોઠવી તે આવૃત્તિને શોભાવી છે.
‘જીવનરેખા'માં શ્રીમદ્ની કાળાનુક્રમે ક્ષેત્રસ્થિતિ વિષે તેમણે તૈયાર કરેલી માહિતી ઘણા અભ્યાસીઓને તથા ભક્તોને ઉપયોગી થાય તેવી છે.
સં. ૧૯૫૬માં મોરબી સ્ટેશને ઊતરી શહે૨માં જતાં શરીરનાં હાડકાં ખડખડ અવાજ કરતાં હતાં ત્યારે શ્રીમદ્ભુ ચાલતાં ચાલતાં બોલેલા-‘મનસુખભાઈ, ધન્ના અણગાર જેવી અમારી દશા છે.’' તે વખતે તેમની અદ્ભુત વીતરાગ દશા હતી.
વાંકાનેર સ્ટેશને શ્રીમદે શ્રી મનસુખભાઈને થિયોસોફિકલ સોસાયટી દ્વારા પ્રસિદ્ધ કરેલી ભગવદ્ગીતા મધ્યસ્થભાવે અભ્યાસ કરવા આપી હતી.
સં.૧૯૫૭ ચૈત્ર વદ ૪ના શ્રીમના અંતિમ દર્શનનો લાભ રાજકોટમાં શ્રી મનસુખભાઈને મળેલો. શ્રી ધારશીભાઈ સાથે તે જ દિવસે તે મોરબી ગયેલા.
સં. ૧૯૮૩ના વૈશાખ માસમાં વદ ૪ સુધી શ્રી મનસુખભાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં રહ્યા હતા અને શ્રી લઘુરાજ સ્વામીની હાજરીમાં તેમણે શ્રીમદ્જી સાથેનો પોતાનો સમાગમ સર્વને કહી બતાવ્યો હતો.
સં. ૧૯૮૪ના પોષ વદ આઠમે મોરબીમાં શ્રી મનસુખલાલનો શાંતિપૂર્વક દેહત્યાગ થયો હતો.
(૧૩૯) મનસુખલાલ રવજીભાઈ મહેતા
(જન્મ સં. ૧૯૩૩ ચૈત્ર સુદ ૧૩, દેહોત્સર્ગ સં. ૧૯૮૦)
એ શ્રીમદ્ રાજચંદ્રના લઘુ બંધુ હતા અને તેમનાથી આઠ-નવ વર્ષ નાના હતા. અંગ્રેજી અભ્યાસ તેમણે કર્યો હતો. ગુજરાતી સાહિત્ય અને જૈન સાહિત્યના પણ તે અભ્યાસી હતા; સારા વક્તા હતા. બન્ને ભાઈઓમાં પરસ્પર નિર્મળ સ્નેહ હતો. અભ્યાસ કરી તે ઘંઘામાં જોડાયા તેવામાં શ્રીમદ્ભુની તબિયત બગડી અને તેમની સેવામાં તે આખર સુધી હાજર રહ્યા. તેમના દેહોત્સર્ગ પછી શ્રીમદ્ભુનાં લખાણ પ્રસિદ્ધ કરવાનું કામ તેમણે માથે લીધું; પરમશ્રુત પ્રભાવક મંડળ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે સં. ૧૯૬૧માં પ્રસિદ્ધ કર્યો. શ્રીમદ્ભા ધાર્મિક વિચારોનો પ્રચાર જનસમૂહમાં વિશેષ થાય, મતમતાંતરનો આગ્રહ મંદ પડે અને સત્ય તત્ત્વની શોધ પ્રત્યે લોકો વળે તે અર્થે તેમણે ‘સનાતન જૈન' નામે
Scanned by CamScanner