________________
૮૪
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઈ.સ. ૧૫૩માં મીરાંબાઈ ચિત્તોડ છોડીને વૃંદાવન તરફ રવાના થયા જીવા ગોસાંઈને મળવા ગયા. જીવા ગોસાંઈએ સ્ત્રીને મળવામાં વૈષ્ણવ માં લોપ જોયો, એટલે મીરાંબાઈએ કહ્યું:
આજ લગી તો હું એમ માનતી, જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો, તેમાં ઘન્ય તમારો વિવેક.
આ પદ સાંભળી જીવા ગોસાંઈનો અહં ઓગળી ગયો અને તેઓ મીરાંબા રૂબરૂ મળ્યા. પછી ઈ.સ.૧૫૩૭ માં મીરાંબાઈ દ્વારિકા આવ્યા. ઈ.સ.૧૫૪૬ મી તેઓ ત્યાં જ રહ્યા અને અંતકાળે દ્વારિકાના શ્રીકૃષ્ણ મંદિરમાં ભગવાનની મૂર્તિમાં જ સમાઈ ગયા.
મીરાંબાઈ લોકલાજની મિથ્યા મમતા છોડીને સાધુ સંતોનો સમાગમ કરતાં તથા તેઓની સેવા કરીને આનંદ પામતાં. એ મનથી શ્રીકૃષ્ણને વર્યા હતા. એમના પદો શ્રીકૃષ્ણની ભક્તિથી ભરપૂર છે. એક પદમાં એ લખે છે :
મેરે તો ગિરિઘર ગોપાળ, દૂસરો ન કોઈ
જાકે સિર મોરમુફટ, મેરો પતિ સોઈ શ્રીમદ્જીએ મીરાંની ભક્તિને નિષ્કામભક્તિ કહી છે.
(૧૪૪) મુક્તાનંદ મુક્તાનંદનું પૂર્વાશ્રમનું નામ મુકુન્દ હતું. તેમનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના અમરાપુર ગામમાં થયો હતો. તેમના માતા-પિતા ભગવદ્ભક્ત હતા. મુકુંદના હૃદયમાં જ્ઞાન તથા વૈરાગ્યનાં મોજાઓ ઊછળતાં હતા. નાનપણથી જ એમને સત્સંગતિ ગમતી હતી. યુવાવસ્થામાં આવતા મુકુંદના વિવાહની વાતચીત થવા લાગી. મુકુંદને બંઘન ગમતું ન હતું. તેથી તે ઘરથી નીકળી તીર્થયાત્રાઓ કરતા આમતેમ ફરવા લાગ્યા. એટલામાં મુકંદને શ્રી રામાનંદ સ્વામીનાં દર્શન થયાં તથા તેમના ચરણકમળમાં એમનું મન રમી ગયું. તેથી તેઓની પાસે દીક્ષા લીધી.
ગુરુએ એનું નામ મુકુંદદાસ પાડ્યું. રામાનંદના સ્વઘામ પહોંચ્યા પછી મુકુંદદાસ સ્વામીનારાયણની આજ્ઞામાં વર્તવા લાગ્યા. સ્વામીજીએ એમનો પ્રબળ ત્યાગ વૈરાગ્ય જોઈને મુક્તાનંદ નામ પાડ્યું તથા પોતાના મોટા ભાઈની સમાન માનીને દરેક કાર્યમાં મુક્તાનંદની સમ્મતિ લેવા લાગ્યા. એમણે વૈરાગ્ય સંબંધ અનેક પદો બનાવ્યાં છે.
(૧૫) મૃગાપુત્ર જુઓ ભાવનાબોઘ અંતર્દર્શન ષષ્ઠ ચિત્ર: નિવૃત્તિ બોઘ
Scanned by CamScanner