________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
માંકુભાઈને શ્રીમદે પોતાનું હૃદય ખુલ્લું કરી દર્શાવ્યું છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ચોથી પ્રત માણેકલાલભાઈ ઉપર પરમકૃપાળુદેવે મોકલેલ.
વેગમાં
માણેકલાલભાઈનો દેહત્યાગ અપૂર્વ સમાધિપૂર્વક વડોદરામાં થયેલ. દેહ છૂટવાના અવસરે તેઓ બેભાન સ્થિતિમાં હતા. અશાતા વેદનીય કમે પૂર ઉદયમાં આવેલ. દેહ છૂટવાને પાંચ દશ મિનિટ પહેલાં નારના પ્રસિદ્ધ મુમુક્ષુ રણછોડભાઈ એમની પાસે પહોંચી ગયા. પરમકૃપાળુ પ્રભુશ્રીજી આણંદ હતા. તેમણે ભાઈશ્રી રણછોડભાઈને આજ્ઞા કરી કે વડોદરા જઈને શ્રી માણેકલાલભાઈને મળો. એમની દેહસ્થિતિ પૂર્ણ થવાની તૈયારીમાં છે. શ્રી રણછોડભાઈ તરત જ વડોદરા જઈને શ્રી માણેકલાલભાઈને ઘેર પહોંચ્યા. શ્રી માણેકલાલભાઈની શય્યા પાસે ઘણા માણસો એકઠા થયેલ. શ્રી રણછોડભાઈને અંદર જવાની રજા મળી. રણછોડભાઈ ગયા ત્યારે શ્રી માણેકલાલભાઈ બેભાન સ્થિતિમાં હતા. શ્રી રણછોડભાઈએ મોટેથી કહ્યું–માણેકલાલભાઈ, પ્રભુશ્રીજીએ મને મોકલ્યો છે. પ્રભુશ્રીજી શબ્દ સાંભળતાં જ માણેકલાલભાઈ જાગૃત થયા. આંખ ઉઘાડી અને બોલ્યા—રણછોડભાઈ, પ્રભુશ્રીજી ક્યાં છે ? રણછોડભાઈ બોલ્યા–પ્રભુશ્રીજી આણંદમાં છે. એમણે તમારી પાસે મને મોકલ્યો છે. તમને પરમકૃપાળુદેવનું કોઈ વચનામૃત સાંભરે છે? માણેકલાલભાઈ પૂર જુસ્સાથી બોલ્યા—
૮૩
“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.’
એ ગાથા ત્રણ વખત બોલ્યા અને ત્રીજી વખત બોલતાની સાથે તેમનો પ્રાણ નીકળી ગયો. સમાઘિ સહિત દેહત્યાગ કરી ગયા.
(૧૪૩) મીરાંબાઈ
મીરાંબાઈનો જન્મ ઈસ્વી સન ૧૪૯૮ માં રાવ રત્નસિંહને ત્યાં મેડતામાં થયો હતો. ઈ.સન ૧૫૦૩ માં માતાનું અવસાન થઈ ગયું એટલે એમનું શૈશવ દાદા હુઠાજી પાસે વીત્યું. પિયરમાં વૈષ્ણવ ધર્મ હોવાથી તેના સંસ્કાર પડ્યા. ૧૭ વર્ષની ઉંમરે તેમના લગ્ન ઉદયપુરના સિસોદિયા રાણા સંગ્રામસિંહના મોટા પુત્ર ભોજરાજ સાથે થયા હતા, પણ એમણે તો ભાવથી ગોપાળની મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. ત્રેવીસ વર્ષની ઉંમરે મીરાંબાઈ વિધવા બન્યા, પણ એમણે સતી ન થતાં ધાર્મિક જીવન જીવવા માંડ્યું, સાધુ-સંતોની સંગત કરવા લાગ્યાં. એથી એમના દિયર વિક્રમસિંહને પોતાના કુળની મર્યાદાનો લોપ થતો લાગ્યો. એટલે એમને મારવા માટે સર્પ મોકલ્યો, વિષ આપવાનો પ્રયત્ન પણ કર્યો અને સાક્ષાત્ તલવારનો ઘા પણ કર્યો, પણ મીરાંબાઈ ભક્તિ પ્રભાવે બચી ગયા.
Scanned by CamScanner