________________
ત્રિમાસિક શરૂ કરી
આવૃત્તિની પણ રે, ભાણા
બહાર
ત્તિઓ તથા ગ્રંથોનો પરિચય જિક શરૂ કર્યું હતું. “શ્રીમદ્ રાજચંદ્રની પ્રથમ આવૃત્તિ બાળબોઘ લિપિમાં
હતી. તેને બદલે ગુજરાતી લિપિમાં છપાવાથી સ્ત્રી આદિ વર્ગમાં વિશેષ ' થશે એમ જાણી ભાઈ મનસુખભાઈએ સ્વતંત્ર રીતે નવી આવૃત્તિ સં. ૧૯૭૦
૨ પાડી તથા તે ઓછી કિંમતમાં મળે તેવી પણ વ્યવસ્થા કરી. ત્રીજી Gી પણ તૈયારી તેમણે કરી હતી, પણ તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી તેમના 5 ભાઈ હેમચંદ ટોકરશીભાઈએ તે બહાર પાડી અને એક નાની આવૃત્તિ પણ ર પાડી જિજ્ઞાસુઓને સોંઘી પુસ્તક મળે એ ભાવના સફળ કરી હતી.
કાઠિયાવાડ પરિષદના દેશકાર્યમાં ભાઈ મનસુખભાઈએ પોતાનો સારો ફાળો આપ્યો હતો. પોતાની વિદ્વત્તાનો ઘણાને લાભ મળે તેમ તેમણે પુરુષાર્થ કર્યો હતો.
શ્રીમદ્ રાજચંદ્ર-સભા તરફથી “ભગવતી સૂત્રનું મૂળ અને ટીકા સહિત ગુજરાતીમાં પ્રકાશન તેમણે બહાર પાડ્યું હતું. “રાજપ્રશ્ન” નામે એક ગ્રંથ તેમણે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ ઉપરથી તૈયાર કર્યો હતો. “શ્રીમદ્ રાજચંદ્ર કાવ્યમાળા” પણ તેમણે પ્રસિદ્ધ કરી હતી. “મોક્ષમાળા” તથા “આત્મસિદ્ધિ"ની આવૃત્તિઓ પણ પ્રગટ કરી હતી તથા તે પુસ્તકોની સુંદર પ્રસ્તાવનાઓ પણ લખી હતી.
અમદાવાદ, વઢવાણ કેમ્પ તથા મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર જયંતીઓ ઊજવવામાં શ્રી મનસુખભાઈએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યો હતો.
શ્રીમદ્ રાજચંદ્રના પુત્ર છગનલાલનો ૧૯ વર્ષની ઉમ્મરમાં દેહત્યાગ થયો હતો. તેના સ્મરણમાં તેમણે સનાતન જૈનનો એક ખાસ અંક બહાર પાડેલો. તેમાં તે પ્રસિદ્ધ પિતાના વૈરાગ્યવંત મુમુક્ષુ સંતાનનું જીવનચરિત્ર આલેખ્યું હતું..
જીવનનાં પાછલાં વર્ષો તેમણે નિવૃત્તિમાં ગાળ્યાં હતાં. શ્રીમદ્ રાજચંદ્રના પ્રબળ પરિશ્રમથી, સામાન્ય કોટિમાંથી લક્ષાધિપતિપણાને પામેલું તે કુટુંબ ભાઈ મનસુખલાલની હયાતીમાં જ પ્રથમની સ્થિતિમાં આવી ગયું હતું.
(૧૪૦) મનોહરદાસ મનોહરદાસ જાતે વડનગરા નાગર બ્રાહ્મણ હતા, અને ભાવનગરના મહાલ મહુવાના રહેનાર હતા. એમનો જન્મ વલસાડમાં થયો હતો. તેઓએ પ્રથમ ફારસી ભાષાનો સારો અભ્યાસ કર્યો હતો. પછી વ્યાકરણ શાસ્ત્ર તથા ન્યાયશાસ્ત્રાનો પણ અભ્યાસ સારી રીતે કર્યો હતો. સં. ૧૮૯૪ની સાલમાં તેઓએ સંન્યાસ સ્વીકાર કરી સચ્ચિદાનંદ બ્રહ્મતીર્થ નામ ઘારણ કર્યું અને સંવત ૧૯૦૧ની સાલમાં આ અસારસંસારનો ત્યાગ કરીને પરલોક પઘાર્યા. એમણે પોતાના જીવનમાં ગુજરાતી તથા હિંદી ભાષામાં અનેક સુંદર પદો લખ્યાં છે, જે પદોમાં મુખ્યત્વે ઈશ્વરભક્તિ,
Scanned by CamScanner