________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત અપરાધની ક્ષમાયાચના કરતાં બોલ્યો કે-“આજથી તું મારી બહેન છે. તે | સમયે ત્યાં આકાશમાંથી અત્યંત રૂપવાન એક દેવ નીચે ઊતર્યો. તેણે પ્રથા મદનરેખાને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કર્યા અને પછી મુનિને નમીને યો) સ્થાને તે બેઠો. આ પ્રકારે વંદનાનો અયોગ્ય ક્રમ જોઈ વિદ્યાઘર મનમાં આ પામી બોલ્યો–દેવ! તમને અયોગ્ય ક્રમ ન ઘટે. ત્યારે દેવે પોતાનો પૂર્વભવ કદી સંભળાવ્યો, અને કહ્યું કે હે ખેચર! આ મદનરેખાના પ્રભાવથી જ હું દેવ થયો છે મરણ સમયે એણે મને ઘણી શાંતિ આપી હતી. તેથી એક પ્રકારે આ મારી ઘર્મગર, છે, તેથી જ મેં એને પ્રથમ નમસ્કાર કર્યો છે.
આ કથા ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક આપી છે અને શ્રીમજી એનું ઉદાહરણ આપી પત્રાંક ૯૪૮ માં લખે છે: “.આ અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે.”
ભાવનાબોઘ તૃતીય ચિત્ર એકત્વભાવનામાં નમિરાજની વાત આવે છે કે જે કંકણના અવાજથી પ્રતિબદ્ધ થઈ દીક્ષિત થયા હતા તે એ જ મદનરેખાના પુત્ર હતા અને પધરથ રાજા દ્વારા પાલિત થયા હતા.
(૧૩૬) મનસુખભાઈ દેવશીભાઈ લીંબડીના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી મનસુખભાઈ દેવશી, પરમકૃપાળુદેવના ગાઢ પરિચયમાં આવેલા તથા સેવા ઉઠાવવા ભાગ્યશાલી થયેલા. પરમકૃપાળુદેવની સેવામાં રહેવાનો અપૂર્વ લાભ એમને મળેલો.
વલસાડ પાસે તિથલમાં પરમકૃપાળુદેવ એક મહિનો નિવૃત્તિમાં રહેલા ત્યાં એ મનસુખભાઈ સાથે હતા. સેવાનો સારો લાભ લીધો હતો.
વઢવાણ કેમ્પમાં પરમકૃપાળુદેવની સેવામાં મનસુખભાઈ રહેલા. લીંબી સંપ્રદાયના પૂજ્ય સ્વામી શ્રી દીપચંદજી તથા એમના મુખ્ય શિષ્ય નાગજીસ્વામી વઢવાણ કેમ્પમાં લીંબડી દરબારના ઉતારે પરમકૃપાળુદેવને એક દિવસ મળવી આવેલા. અડધો કલાક સમાગમ થયો હતો. પછી શ્રી દીપચંદજી સ્વામી તથા નાગજીસ્વામી જવાની તૈયારી કરતા હતા. તે વખતે પરમકૃપાળુદેવે મનસુખભાઈને આજ્ઞા કરી–એ મુનિઓની સાથે તમે જાઓ અને થોડાક સુઘી વળાવી આવો એ વિનય છે. કોઈ પણ જીવ પુરુષ પાસે આવીને લાભ પામી જાય એ માટે સકુરુષની પાસે રહેનારે આવનારનો કંઈક વિનય તો કરવો કે જેથી આવનારના ભાવ વધે.
રાજકોટમાં પણ પરમકૃપાળુદેવની સેવામાં મનસુખભાઈ ઠેઠ સુધી હતા. દર છૂટવાના થોડા દિવસ પહેલા પરમકૃપાળુદેવે મનસુખભાઈને કહ્યું, મનસુખભાઈ અમારી તબિયત કેમ લાગે છે? મનસુખભાઈએ કહ્યું કે ઠીક લાગે છે સાહેબજી |
Scanned by CamScanner