________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
૭૬
જ વર્ણન કરો. કામ તથા લોભથી હણાયેલું મન ભગવાનની સેવાથી જેવું શાંત થાય છે તેવું યમાદિ યોગમાર્ગોનું સેવન કરવાથી થતું નથી. શ્રી વ્યાસને તે સલાહ ગમી અને ભાગવત સંહિતા તેમણે રચીને પોતાના પુત્ર શુકદેવને ભણાવી; તે શુકદેવજીએ પરીક્ષિતને સંભળાવી.
(૧૩૨) ભોજા ભગત
ભોજા ભગતનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા કોઈ એક ગામમાં સં. ૧૭૮૫માં થયો હતો. ભોજા ભગતના ચાબખા ગુજરાતી સાહિત્યમાં ઘણા જાણીતા છે. ભોજાએ ખલ-જ્ઞાની અને બકભક્તોનો ખૂબ જ ઉપહાસ કર્યો છે. તે ભક્તિ તથા યોગશક્તિ માટે પ્રસિદ્ધ છે. એમનો અનુભવ અને પરીક્ષક શક્તિ ઘણી તીવ્ર હતી. શ્રીમદે પત્રાંક ૧૮૭માં એમને યોગી (પરમ યોગ્યતાવાળા) કહીને લખ્યું છે : “નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે!’’ વળી એ જ પત્રમાં શ્રીમદ્ લખે છે : “તે મહાત્માઓની જનમંડળને અપિશ્વાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી અદ્ભુત ઈશ્વરી નિયતિ છે !'' (૧૩૩) મણિરત્નમાલા
મણિરત્નમાલા તુલસીદાસની સંસ્કૃત રચના છે. એમાં મૂળ શ્લોક ૩૨ છે. આ શ્લોકમાં પ્રશ્નોત્તરરૂપે ઉપદેશ આપેલો છે.
જેમકે—વિધા હિ ા બ્રહ્મગતિપ્રવા યા, ચોથો હિ જો વસ્તુ વિમુક્તિદેતુઃ । को लाभ आत्मावगमो हि यो वै, जितं जगत् केन मनो हि येन ||१|| શિષ્યઃ-વિદ્યા કઈ કહેવાય ? ગુરુઃ-જે બ્રહ્મગતિને આપે તે. શિષ્યઃ-બોધ કોને કહેવાય ? ગુરુઃ-જેથી મુક્તિ મળે તેનું નામ બોધ. શિષ્યઃ-લાભ કોને કહેવાય ? ગુરુઃ-આત્માને જાણવો તે. શિષ્યઃ-જગત કોણે જીત્યું? ગુરુઃ-જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. આ પ્રકારે આ ગ્રંથ સુંદર ઉપદેશથી ભરપૂર છે અને વૈરાગ્યરસની પ્રધાનતાવાળો છે. શ્રીમદ્ભુએ પત્રાંક ૪૩૫માં આનો ઉલ્લેખ કર્યો છે.
(૧૩૪) મણિલાલ નભુભાઈ
મણિલાલ નભુભાઈ નડિયાદના રહેવાસી હતા. તેમના સમયમાં ગુજરાતી ભાષાના તે એક સારા સાહિત્યકાર હતા. એમણે ષડ્કર્શનસમુચ્ચય આદિ ગહન ગ્રંથોનો અનુવાદ કર્યો છે, શ્રી ભાગવતગીતા પર પણ વિવેચન લખ્યું છે. શ્રીમદ્ભુએ પદ્દર્શનસમુચ્ચયના અનુવાદની એક મુમુક્ષુભાઈ સાથે વાતચીત થતાં નિઃસંકોચ ભાવે યથાર્થ સમાલોચના કરી છે.
Scanned by CamScanner