________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ૭૪. છે કે પ્રાચીન સમયમાં એના પર એક પ્રાકૃત ટીકા હતી, જેનો ઉલ્લેખ સંસ્ક ટીકાઓમાં આવે છે.
શ્રીમદ્ રાજચંદ્રજી એના માટે એક સ્થળે લખે છે–“ “ભગવતી આરાધના મધ્યે વેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે.” તે જ ઠેકાણે લખે છે કે “પરમ શાંત રસમય “ભગવતી આરાઘના” જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે.” સમાધિમરણ ઇચ્છનાર મુમુક્ષુઓને માટે આ ગ્રંથ અતિશય ઉપયોગી છે.
(૧૨૯) ભગવદ્ગીતા ભારતના વેદો અને ઉપનિષદોમાં અધ્યાત્મતાના અતિશય વિચારો કરેલા છે. પણ તે એટલા બઘા ગહન છે કે દરેક માણસ તેને ન સમજી શકે. તેથી જ શ્રી વેદવ્યાસજીએ મહાભારતના એક પ્રકરણરૂપે સર્વ શાસ્ત્રોના સારરૂપે ગીતાની રચના કરી હતી અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તેનો બોઘ કર્યો હતો. ભગવદ્ગીતાનું વર્ણન કોણ કરી શકે એમ છે? આ જ દેશના નહીં, પરંતુ સર્વ દેશોના વિદ્વાનોની દ્રષ્ટિ આ ગ્રંથ તરફ છે. તેના પર ભાષણ કર્યા ન હોય, ટીકા ન લખી હોય, ભાષાંતર ન કર્યું હોય એવા વિદ્વાન વિરલ જ પ્રાપ્ત થશે. શ્રી શંકરાચાર્ય, શંકરાનંદ, મધુસૂદન, આનંદગિરિ, શ્રીઘર ઇત્યાદિ પ્રાચીન મહાત્માઓ અને સંસ્કૃતજ્ઞ કવિઓની તથા જ્ઞાનેશ્વર લોકમાન્ય તિલક આદિની ટીકાઓ પ્રસિદ્ધ જ છે. અંગ્રેજી ભાષા જેવી વિદેશી ભાષામાં પણ તેના અનેક ભાષાંતરો થયાં છે. એમાં ૧૮ અધ્યાય છે. કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભક્તિયોગ–એ જ એનો મુખ્ય વિષય છે.
જુદી જુદી માન્યતાવાળા એમાંથી જુદા જુદા અભિપ્રાય ગ્રહણ કરે છે, એટલે કોઈ એમ કહે છે કે એમાં કર્મની મુખ્યતા છે, ત્યારે બીજો કહે છે કે જ્ઞાનની પ્રથાનતા છે. ત્રીજો એને ભક્તિનો જ ગ્રંથ કહે છે. સાપેક્ષપણે બધા વિચારો યોગ્ય અને ઉચિત ગણાય પણ એકાંતે માનતા વિરોઘ આવે છે.
શ્રીમદ્જીએ મહાત્મા ગાંધીજીના પ્રશ્નોમાં ગીતાનો ઉલ્લેખ કરેલો છે. શ્રી ગાંધીજીએ અનાસક્ત યોગરૂપે વિવેચન કરેલું છે.
(૧૩૦) ભગવતીસૂત્ર એ એક આગમ ગ્રંથ છે તથા એનું મૂળ નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. વર્તમાનમાં આગમ સાહિત્યમાં એ વિશાલ ગ્રંથ છે. એમાં ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછે છે અને ભગવાન તે પ્રશ્નોના ઉત્તર આપે છે. જોકે એની અંદર બીજાના પૂછેલા પ્રશ્નોના પણ જવાબ છે, પણ ગૌતમના પ્રશ્નોની જ પ્રઘાનતા છે. આ આગમની અંદર અનેક શંકાઓનું સમાધાન સુંદરતાપૂર્વક કરેલું છે.
Scanned by CamScanner