________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૭૫
બધા અનુયોગોનો એમાં સમાવેશ છે. એમાં કેટલીક કથાઓ પણ આપેલી છે જેથી તે સમયની ઘાર્મિક શ્રદ્ધા આદિ અનેક વાતોની માહિતી મળે છે. શ્રીમદ્ભુએ પત્રાંક ૧૧૫ માં શ્રી ભગવતીજીના એક પાઠનો ખુલાસો કરેલો છે, તથા અનેક સ્થળે ભગવતીજીની વાત કરી છે. અત્યારનું ભગવતીસૂત્ર છત્રીસ હજાર પ્રશ્નોના સંગ્રહરૂપ નથી, પણ તેમાંનો એક ભાગ હોય એમ લાગે છે.
(૧૩૧) ભાગવત
શ્રીમદ્ ભાગવત વૈષ્ણવોમાં વેદની જેમ પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. તેમાં ઇતિહાસ, ઉપનિષદ્, પુરાણ, વેદના સારરૂપ ભક્તિમાર્ગનું નિરૂપણ અને તેને લગતી વૈરાગ્યપૂર્ણ કથાઓ છે. શ્રીકૃષ્ણને પરમાત્માના અવતારરૂપ વર્ણવી ભક્તિનું સ્થૂળરૂપે વર્ણન કર્યું છે. તેનું રહસ્ય આત્મજ્ઞાની ગુરુ દ્વારા સમજાય તો અક્ષરેઅક્ષરે આત્મનિરૂપણ સમજાય એમ શ્રીમદ્ રાજચંદ્રે જણાવ્યું છે. તેનો દશમો અને અગિયારમો સ્કંધ જુદા જુદા પુસ્તકરૂપે છપાયો છે અને બહુ લોકપ્રિય બન્યો છે. તેના બધા મળી બાર સ્તંઘ છે. પરીક્ષિત રાજાના જીવનના છેલ્લા સપ્તાહમાં શુકદેવજીએ અખંડપણે આખું ભાગવત સંભળાવ્યું અને તેથી તેનું સમાધિમરણ થયું. તેની ઉત્પત્તિ વિષે તેમાં જ જણાવ્યું છે કે શ્રી વ્યાસજી આત્મજ્ઞાન પામ્યા છતાં આનંદસંપન્ન થયા નહોતા. મહાભારત નામનો ગ્રંથ રચ્યો તથા તેમાં અન્ય પ્રકારે વેદોનો જ અર્થ પ્રગટ કર્યો, છતાં તેમનું ચિત્ત સંતોષાયું નહીં. લોકોને ઉપયોગી ખાસ અગત્યની કોઈ વસ્તુ બતાવવાની રહી જાય છે, એવો ખ્યાલ તેમને વારંવાર આવવા લાગ્યો.
એવામાં શ્રી નારદ્દઋષિ ત્યાં આવી ચઢ્યા, તેમણે પોતાની મુઝવણ તેમને જણાવી. નારદજીએ ખુલાસો કર્યો કે તમે પરમાત્માની ભક્તિ વિષે લગભગ કશું જ બતાવ્યું નથી, એટલે ધર્માદિ પુરુષાર્થોનું વર્ણન કરવાની સાથે પરમાત્મા ભગવાન પ્રત્યે ભક્તિનો મહિમા ન ગાવાથી, તમારું કામ અધૂરું રહ્યું છે. માટે તમે દેહાભિમાનવાળાં, પ્રવૃત્તિ કરી રહેલાં મનુષ્યોને ભક્તિનો જ માર્ગ ઉપદેશો. કારણ કે તે માર્ગ જ બધાને માટે સહેલો તથા જોખમ વિનાનો છે. મારો પોતાનો જ દાખલો લો. પૂર્વજન્મમાં હું દાસીપુત્ર હતો. મારા માલિકને ત્યાં સંત પુરુષો ચાતુર્માસ રહેવા આવ્યા. તેમની સેવામાં મને મૂક્યો. તેમની સેવા એકમનથી હું કરતો. તેથી તેઓ મારી ઉપર પ્રસન્ન રહેતા. તે ભજન ભક્તિ કરતા તેમાં મને રુચિ પ્રગટી. તેથી મને ભગવાનમાં પ્રીતિ થઈ અને વૃત્તિ નિરંતર ભગવાનમાં લીન થઈ. આ સ્થૂલ તથા સૂક્ષ્મ શરીર મારા વિષે મેં અવિદ્યાથી જ કલ્પેલું છે—એવું વિવેકજ્ઞાન થતાં નિર્મળ ભક્તિ મને પ્રાપ્ત થઈ. પછી મારી યોગ્યતા જોઈ પેલા સંતોએ જતી વખતે મને ભગવાન વિષે અતિગુહ્ય જ્ઞાન આપ્યું, માટે હે વ્યાસમુનિ ! તમે ભગવાનની ભક્તિનું
Scanned by CamScanner