________________
૭૩
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય : ટીવપન્નત્તિ, ચંદ્રપન્નત્તિ, નિરયાવલિકા, કપૂવંડસીયા, પુષ્ફીઆ, પુષ્કસૂલીઆ, છા. ઉત્તરાધ્યયન, વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પ, નિશીથ, દશા શ્રુતસ્કંદ. આ પ્રમાણે જૈનોનો એક વિભાગ ૩૨ સૂત્ર માન્ય રાખે છે.
(૧૨૭) બ્રાહતી અને સુંદરી નાભિ કુલકરથી મરુદેવા માતાને ઋષભદેવ અને સુમંગલાનું જોડકું જન્મે . તે સુમંગલા જોડે ભગવાન પરણ્યા હતા અને તેથી તેમને ભારત અને બ્રાહ્મી તથા બીજા ૪૯ પુત્રયુગલ થયા હતા. ભગવાનની બીજી પત્ની સુનંદા હતી કે જેની સાથે જોડકે જન્મેલો છોકરો મૃત્યુ પામ્યો હતો. એ સુનંદાથી ભગવાનને બાહુબલી અને સુંદરીનું જોડું જખ્યું હતું.
ભગવાને બ્રાહ્મીને અઢાર લિપિ શીખવી હતી અને સુંદરીને ગણિત આદિ શાસ્ત્ર શીખવ્યા હતા. ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે બ્રાહ્મીએ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. યુગલાધર્મનું નિવારણ કર્યા છતાં ભારત સુંદરીને પરણવા ઇચ્છતા હતા, તેથી તેને દીક્ષાની અનુમતિ ન આપી, એટલે તે પ્રથમ શ્રાવિકા થઈ. - જ્યારે ભરત દિગ્વિજય કરવા ગયા ત્યારથી સુંદરી આયંબિલ તપ કરવા લાગી હતી. ભારત ૬૦૦૦૦ વર્ષે દિગ્વિજય કરી પાછા ફર્યા ત્યારે સુંદરીને નિસ્તેજ અને સુકાયેલી જોઈને કારણ પૂછ્યું ત્યારે પરિવારજનોએ કહ્યું કે એ ભાવદીક્ષિત થઈને આયંબિલ કરતાં ઘરમાં રહ્યા છે, એટલે ભરતરાજાએ સુંદરીને દીક્ષા લેવાની અનુમતિ આપી.
શ્રીમદ્જીએ મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૭ માં બાહુબલીના કથાપ્રસંગમાં બ્રાહ્મી અને સુંદરીના નામોનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રસંગ દર્શાવે છે કે પ્રત્યક્ષ સન્દુરુષની બલિહારી છે. બાહુબલીનો અભિમાનરૂપી દોષ પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવ્યા નહીં, પણ પ્રત્યક્ષ ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને મોકલીને દોષ કઢાવ્યો.
(૧૨૮) ભગવતી આરાધના આ મહાન શાસ્ત્ર શ્રી શિવકોટિ આચાર્યનું રચેલું છે. આનું બીજું નામ મૂલારાઘના પણ છે. ચાર પ્રકારની આરાઘનાઓનું એમાં સવિસ્તર ભાવપૂર્ણ વિવેચન છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફારિત્ર તથા સમ્યકતપ એમ ચાર પ્રકારે આરાધના કહેવાય છે. આરાઘના, આરાધ્ય, આરાધક તથા આરાધનાનું ફળ આ ચાર વાતો આ ગ્રંથના અધ્યયનથી મુમુક્ષુઓ બહુ સારી રીતે સમજી શકે છે.
આ મહાગ્રંથ પર શ્રી અપરાજિતસૂરિની વિજયોદય ટીકા, મહાપંડિત આશા રજીકૃત મૂલારાથના દર્પણ, અને આચાર્ય અમિતગતિ કૃત સંસ્કૃત ટીકા તથા હિંદી અનુવાદ શોલાપુરથી પ્રકાશિત થઈ ચૂક્યો છે. એના અધ્યયનથી એમ સમજાય
Scanned by CamScanner