________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત તેઓને કંઈ ભાન રહ્યું નહીં અને પોતાની માતા પુત્રવધૂ આદિ સાથે રાત્રિએ નિર્વક થઈ પશુવતુ વ્યવહાર કર્યો.
પ્રાતઃકાળ થયો અને ઉન્માદ ઊતરી ગયો. ત્યારે તે બ્રાહ્મણ તથા તેના ઘરના સર્વ માણસો લજ્જને લીધે પરસ્પર મુખ બતાવી શક્યા નહીં. તેથી તે બ્રાહ્મણે વિચાર કર્યો કે રાજાએ મારી દુર્દશા કરવા માટે આવો રસ્તો લીધો છે. માટે મારે બદલો લેવો. એમ વિચારતો વૈર લેવાની ઇચ્છાથી તે વિખરાજ નગર બહાર ગયો. વનમાં વિપ્રે એક પશુપાલને જોયો જે દૂરથી કાંકરાને આંગળી પર ચઢાવીને પીપળાનાં પાંદડાંમાં છિદ્ર પાડતો હતો. તેની નિશાનેબાજી જોઈ તે ભૂદેવે વિચાર્યું કે આ માણસથી મારા કામની સિદ્ધિ થશે. એટલે તેની પાસે જઈ અનેક પ્રકારના પ્રલોભનો આપી અંતરંગ વાત કહી. પશુપાલ રાજી થઈ ગયો, તેથી બ્રાહ્મણ પશુપાલને નગરમાં લઈ ગયો.
એકદા રાજા છત્ર ધારણ કરી હાથી પર બેસી નગરથી બહાર જતા હતા તે સમયે પશુપાલે ભીંતની આડમાં રહીને આંગળી પર એક સાથે બે ગોળીઓ ચડાવીને મૂકી, જેથી ચક્રીનાં બન્ને નેત્રો ફૂટી ગયાં. તરત જ રાજાના અંગરક્ષકોએ પશુપાલને પકડ્યો અને બાંધીને ખૂબ માર માર્યો, ત્યારે તેણે પોતાને કુબુદ્ધિ આપનાર પેલા દુષ્ટ બ્રાહ્મણનું નામ લીધું. તેથી ચક્રીએ ક્રોઘમાં આવી જઈને બ્રાહ્મણના કુટુંબનો નાશ કરાવ્યો. મોટાઓનો ક્રોઘ સહેજે શાંત થતો નથી. તેથી ચક્રીએ તે નગરમાં રહેનારા સર્વ બ્રાહ્મણોનો ઘાત કરાવ્યો.
ક્રોઘાંઘ માણસને વિવેકબુદ્ધિ હોતી નથી. તેથી રાજાએ પ્રઘાનને કહ્યું કે, હંમેશાં બ્રાહ્મણોનાં નેત્રોનો થાળ ભરી મારી પાસે મૂકવો કે જેથી તે નેત્રોનું હંમેશા હું મર્દન કરું. મંત્રી તેનો દુષ્ટ અભિપ્રાય જાણી શ્લેષ્માતક (ગુંદા)ના ફળો વડે થાય ભરીને નિત્ય તેમની પાસે મૂકવા લાગ્યો. તેને રાજા વારંવાર હાથ વડે ચોળતો અને આનંદ પામતો. આ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતા અશુભ અધ્યવસાયવાળા ત રાજાએ સોળ વર્ષ નિર્ગમન કર્યા. અંતમાં વિષયોમાં આસક્ત રહેવાથી તથા રૌદ્ર પરિણામી હોવાથી મરણ પામીને તે ચક્રી સમસ્તમા નામની સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય નારકીપણે ઉત્પન્ન થયો. જુઓ, વિષયલોલુપતા કેટલી ભયંકર છે!
(૧૨) બત્રીસ સૂત્રોનાં નામ દ્રષ્ટિવાદ, ઉવવાઈ, રાયપણેણી, જીવાભિગમ, પન્નવણા, સુર્યપન્નતિ, દશવૈકાલિક, નંદીસૂત્ર, અનુયોગદ્વાર–આ નવ કાલિકસૂત્ર કહેવાય છે. બીજા ૨૩ સત્ર ઉત્કાલિક છે–આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીક જ્ઞાતધર્મકથા, ઉપાસકદશા, અંતગડદશા, અનુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ, વિપાક,
Scanned by CamScanner