________________
૭૦
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
(૧૨) બાઈબલ બાઈબલ એટલે પુસ્તક. જગતના પ્રાચીન પુસ્તકોમાં એની પણ ગણના થાય છે. ખ્રિસ્તી ધર્મ યહૂદી ઘર્મને મળતો છે, અને બાઈબલ એનો પ્રમાણભૂત ગ્રંથ છે. એના બે ભાગ છે. પહેલો ભાગ જૂના કરાર તરીકે અને બીજો ભાગ નવા કરાર તરીકે પ્રસિદ્ધ છે. યહૂદીની હિબ્રુભાષા ઉપરથી ગ્રીક ભાષામાં તેનું ભાષાંતર થયું. તે વળી લેટીન ભાષામાં ભાષાંતર પામી. યૂરોપમાં વિદ્વાનો તથા સાઘુવર્ગમાં તે ગ્ર પ્રિય થઈ પડેલો. પણ પ્રચલિત જર્મન ભાષામાં માર્ટિન લ્યુથરે તેનું ભાષાંતર કર્યા છે પછી તે વિશેષ લોકપ્રિય થયો અને આખા યુરોપમાં બોલાતી ભાષાઓમાં તેનાં ! ભાષાંતર થયાં.
પ્રથમ ભાગમાં સૃષ્ટિની ઉત્પત્તિ, પ્રલય તથા મનુષ્ય પાપમાં કેમ પેઠો તથા દેવને પ્રસન્ન કરવા હોમ કરવો વગેરે વર્ણન આવે છે. તેમજ ઘર્મ-નીતિ-નિયમોનાં ફરમાનો પણ આવે છે. જગતના પાપ દૂર કરનાર મહાત્માના જન્મની આગાહી પણ તેમાં આવે છે. બીજા ભાગમાં જિસસ ક્રાઈસ્ટ (ઈસ)નો કુમારી મેરીના પુત્ર તરીકે જન્મ, તેનાં દર્શન કરવા દૂર દૂરથી ભવિષ્યવાણીને જાણીને સંત જનોનું આવવું, તથા યહૂદી ઘર્મના અત્યાચારોમાંથી લોકોને મુક્ત કરવા ક્રાઈસ્ટ કરેલા પ્રયત્નો, ઉપદેશો, ચમત્કારો, પહાડ પરનો ઉપદેશ, તથા હું પરમાત્મા છું, પ્રભુનો પુત્ર છે, રાજા છું એમ ક્રાઈસ્ટના ખુલ્લા ઉપદેશથી રાજાએ દેશદ્રોહી ઠરાવી ક્રોસ પર ચઢાવી હાથે પગે ખીલા ઠોકી તેનો વધ કરાવ્યો, ત્રીજે દિવસે તે પાછો સજીવન થયો આદિ અનેક ચમત્કારોનું પણ તેમાં વર્ણન છે. શિષ્યોમાં મુખ્ય ગણાતાઓની પણ કસોટી વખતે શ્રદ્ધા ફરી જાય છે; શ્રદ્ધા, આશા અને વિશ્વપ્રેમના સિદ્ધાંતોની નાની કથાઓ પણ તેમાં ઘણી છે. એક ઈશ્વર જગતનો કર્તા છે તથા સ્વર્ગ, નરક વગેરેનાં વર્ણનો પણ તેમાં છે. પણ બંઘ-મોક્ષની યથાર્થ પદ્ધતિ તેમાં વર્ણવેલી નથી.
ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિષે શ્રીમદ્ પત્રાંક પ૩૦ માં લખે છે : “તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહત્ સંભવે છે.”
(૧૩) બુદ્ધ મહાત્મા બુદ્ધનો જન્મ મગઘદેશમાં ગયા પાસે કપિલવસ્તુ ગામમાં થયો હતો. એમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. પિતાનું નામ શુદ્ધોદન તથા માતાનું નામ માયાદેવી હતું. એમનો વંશ શાક્ય હતો, જાતિ ક્ષત્રિય હતી અને ગોત્ર ગૌતમ હતું. એ ભગવાન મહાવીરના સમકાલીન હતા.
એક વાર રાજકુમાર સિદ્ધાર્થ ઉપવનમાં ક્રીડાર્થે જતા હતા. ત્યારે માર્ગમાં એક
Scanned by CamScanner