________________
૬૮
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત પાંડુ રાજા પછી ન્યાયી ઘર્મરાજ યુધિષ્ઠિર રાજગાદીએ આવ્યા. પોતાના ભાઈઓની મદદથી એમણે ઘણા દેશો જીતીને રાજ્યનો અતિશય વિસ્તાર કર્યો પાંડવોની ચઢતી જોઈને દુર્યોધન વગેરે કૌરવોથી રહેવાયું નહીં અને તેથી તેઓ ધૃતરાષ્ટ્રને અવળે માર્ગે દોરવા લાગ્યા. હવે બન્ને પક્ષોમાં વિરોઘ વધ્યો. તો પણ ઘર્મરાજ યુધિષ્ઠિર શાંતચિત્ત હોવાથી ભીમ આદિ ભાઈઓ શાંત રહ્યા. કૌરવોએ પાંડવોને મારી નાખવા માટે લાક્ષાગૃહ બનાવરાવ્યો અને તેમાં તેમને સુવડાવીને રાત્રે સળગાવી મુકાવ્યો. ભાગ્યવશાત્ પાંડવો ત્યાંથી સુરંગદ્વારે સકુશલ નીકળી દેશાંતરોમાં ફરી દ્રૌપદીના સ્વયંવર સમયે પ્રગટ થયા.
ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય આદિએ રાજ્યના સમાન બે ભાગ કરી આપ્યા. પણ તેથી દુર્યોધનને સંતોષ ન થયો. તે બઘાની સમક્ષ કહેવા લાગ્યો કે અમે સો છીએ અને પાંડવો તો પાંચ જ છે તો તેમને અર્થે રાજ્ય શી રીતે આપી શકાય. રાજ્યના ૧૦૫ ભાગ થવા જોઈએ. તેમાંથી ૧૦૦ ભાગ અમને મળે અને ૫ ભાગ પાંડવોને, તો ન્યાય ગણાય. આ તો દેખીતો અન્યાય છે.
એકદા દુર્યોધને ઘર્મરાજને જુગાર રમવા બેસાડ્યા અને શકુનિ મામાની મદદથી છળ કરીને સર્વસ્વ જીતી લીધું. પાંડવોને ૧૨ વર્ષનો વનવાસ તથા એક વર્ષના ગુપ્તવાસનો આદેશ મળ્યો. ઘર્મરાજ પોતાના પાંચે ભાઈઓ અને સતી દ્રૌપદી સાથે વનમાં ચાલી નીકળ્યા અને પોતાના દુઃખના દિવસો વ્યતીત કરવા લાગ્યા. ૧૩ વર્ષ પછી ઘર્મરાજે ન્યાયપૂર્વક પોતાના રાજની માગણી કરી, પણ દુષ્ટ દુર્યોધને તેઓની માગણી પર કંઈ લક્ષ ન આપ્યું. તેથી નછૂટકે જનસંહારક વિશાળ મહાભારતનું યુદ્ધ મંડાયું. તે યુદ્ધમાં કૌરવો સદાને માટે સૂઈ ગયા. પાંડવોનો જય થયો. પછી તેઓ કેટલાક સમય સુધી રાજ્ય કરીને તેથી વિરક્ત થઈને દીક્ષા ધારણ કરીને અંતે સદ્ગતિ પામ્યા.
(૧૨૧) બનારસીદાસ બનારસીદાસનો જન્મ સં.૧૯૪૩માં જોનપુર શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ ખડગસેન હતું. એમનું મૂળ નામ વિક્રમાજીત હતું. પણ એક વાર એમના પિતા બનારસમાં ભગવાન પાર્શ્વનાથના દર્શનાર્થે ગયા અને ત્યાં પુત્રનું નામ બદલીને બનારસીદાસ પાડ્યું. એમના પિતાએ અનેક વાર સ્થળાંતર કર્યું હતું. એક વાર પિતાએ બનારસીદાસને વ્યાપાર અર્થે માલ આપી આગ્રા મોકલ્યો. ત્યાં ઘણી ખોટ ગઈ. તેથી બનારસીદાસ ઘરે ન જતાં ત્યાં રહીને પોતાનો કાળ પસાર કરવા લાગ્યા.
બનારસીદાસ કવિતા કરવામાં ઘણા નિપુણ હતા. તેઓ જોનપુરનો ત્યાગ કરીને ધંધા માટે આગ્રામાં જ રહેવા લાગ્યા. ત્યાં અર્થમલ્લજી નામના એક અધ્યાત્મી
Scanned by CamScanner