________________
સમાગ
સમા
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૬૭. " તો ઉત્કંઠા વધી પડી અને બન્ને કાવિઠા નિવૃત્તિ ક્ષેત્રે પધારેલા શ્રીમદ્જીના કામ અર્થે ત્યાં ગયા. પછી અમદાવાદ, વઢવાણ આદિ સ્થળોમાં શ્રીમદુનો તેમને ગમ થયેલો. તેમની આગેવાનીમાં અમદાવાદમાં પંચભાઈની પોળ તથા ખંભાત 3 વડવા નામના સ્થળે શ્રીમદ્જીના સ્મારકરૂપે બે ભવ્ય મકાનો બંધાયા છે; તે અંગનાં ઘામ બન્યાં છે, પોતાનો નિવૃત્તિનો કાળ તે વડવા ગાળતા હતા.
(૧૧૯) પંડિત નથુરામ શર્મા પં. શ્રી નથુરામનો જન્મ સંવત ૧૯૨૪ની સાલમાં થયો હતો. એમણે પાંચ વર્ષની ઉંમરે વિદ્યાધ્યયન આરંભ્ય અને ગુજરાતી નિશાળમાં સાત ચોપડીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક શાસ્ત્રી પાસે કૌમુદી આદિ વ્યાકરણ ગ્રંથોનો અભ્યાસ ર્યો. કાવ્ય તથા વ્યાકરણના વિશેષ અધ્યયન અર્થે તેઓ કાશી ગયા અને ત્યાં સંસ્કૃતનો સારો અભ્યાસ કરી ભાવનગર આવ્યા. નથુરામને વેદ તથા ઘર્મશાસ્ત્રો વાંચવાની ઘણી ઉત્કંઠા હતી. તેથી તેમણે વર્તમાનમાં પ્રચલિત બધા ઘમોંનાં પુસ્તકો વાંચ્યાં. એટલામાં તેમનાં પત્ની બે પુત્ર અને એક પુત્રી મૂકીને દેવલોક પામ્યાં. આ દુખદ બનાવ પછી એક વર્ષે એમના પિતાશ્રી પણ સ્વર્ગવાસી થયા. કુટુંબના માણસોએ ફરી લગ્ન કરવા આગ્રહ કર્યો પણ તેઓને ફરીથી પરણવાની કામના ન જાગી, અને વાનપ્રસ્થ જીવન ગાળવા લાગ્યા. મનુસ્મૃતિનો ગુજરાતી અનુવાદ એમની લેખનીનું ઉત્તમ ફળ છે.
પત્રાંક ૨૬૦ માં એમના વિષે શ્રીમદ્ લખે છે : “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી.” એ પરથી લાગે છે કે તેઓ ચમત્કાર કરતા હશે.
(૧૨૦) પાંડવું ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ ત્રણ ભાઈઓ હસ્તિનાપુરમાં રહેતા હતા. | ધૃતરાષ્ટ્રને ગાંધારીના પેટે અવતરેલા દુર્યોધન આદિ સો પુત્રો હતા. ધૃતરાષ્ટ્ર મોટો છતાં આંખે આંઘળો હતો. તેથી સૌએ પાંડુને રાજ્યાધિકારી બનાવ્યો. તે પાંડુ રાજાને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ એ પાંચ શૂરવીર અને ઉત્તમ પુત્રો થયા.પાંડુરાજાના પુત્રો હોવાથી તેઓ પાંડવ કહેવાયા અને કુરુરાજાના વંશજ હોવાથી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કહેવાયા.
એ પાંચે પાંડવો અને કૌરવો બઘા એક બીજાની સાથે રમવા ખેલવા લાગ્યા. એ બધામાં ભીમ ઘણો બળવાન નીવડ્યો. તે એવો તો જબરો હતો કે દુર્યોધનાદિ સૌ કરવો એનાથી ડરતા. દુર્યોધન પોતાના દુષ્ટ સ્વભાવને લઈને પાંડવો પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યો. પણ પાંડવો કૌરવોથી જરાય ડરતા નહીં. શ્રી દ્રોણાચાર્ય પાસે રહીને કરવો તથા પાંડવો અસ્ત્રવિદ્યા શીખ્યા. અર્જુન બાણવિદ્યામાં ખૂબ જ નિપુણ નીવડ્યો. તે સમયે ઘનુષ્યવિદ્યામાં તે એક જ અપૂર્વ બાણાવલી હતો.
Scanned by CamScanner