________________
૬૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઉત્પત્તિ એ જ ખરી હિંસા છે. જ્યાં રાગદ્વેષનો અભાવ થાય છે ત્યાં માણસ સ્વાભાવિક અહિંસક બને છે. અહિંસાને યથાર્થ રીતે સમજવા માટે આ ગ્રંથને જોવાની ખાસ જરૂર છે. હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ જાણ્યા વિના અહિંસાનું પાલન અશક્ય છે. એમણે શ્રી કુંદકુંદાચાર્યનાં ગ્રંથો પર પણ વિશદ ટીકાઓ લખી છે.
(૧૧૯) પુંડરિક જુઓ ભાવનાબોઘ અષ્ટમ ચિત્રઃ સંવરભાવના
(૧૧૭) પૂજાભાઈ હીરાચંદ - શ્રી પોપટલાલની પેઠે શ્રી પૂજાભાઈ પણ એક મુખ્ય મુમુક્ષુ હતા. બન્ને કાવિઠામાં શ્રીમજીને સાથે મળેલા અને બન્નેનો શ્રીમદ્જી પ્રત્યે ગાઢ નિષ્કામ પરમાર્થપ્રેમ હતો. અમદાવાદ, ઘર્મપુર, વઢવાણ તથા રાજકોટમાં શ્રી પૂજાભાઈને શ્રીમજીનો વિશેષ પરિચય થયેલો. ઘર્મપુરમાં શ્રીમદ્જીએ પૂજાભાઈને તન, મન, ઘન સપુરુષને અર્પણ કરવા જણાવેલું. તેમણે તે વાત ગાંઠે બાંધી હતી.
પૂજાભાઈને એક પુત્ર હતો. તેના મરણ પછી તે વેપારમાંથી નિવૃત્ત થયા. શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ સભા તરફથી તેમના ખર્ચે શ્રી ભગવતી સૂત્ર ટીકા સહિત ભાષાંતર સં.૧૯૭૪માં બહાર પડ્યું છે. મહાત્મા ગાંધીજીના સમાગમ પછી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડારની સ્થાપના તેમના તરફથી અમદાવાદમાં થઈ હતી. હજી શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાળા દ્વારા આગમોના છાયા-અનુવાદ બહાર પડે છે, તે તેમની ઉદાર દાન-પ્રવૃત્તિનું ફળ છે. શ્રી પૂજાભાઈ પાસે શ્રીમજી સંબંધી અલ્પ સાહિત્ય હતું તે શ્રી લલ્લુજી મહારાજ (શ્રીમદ્ લઘુરાજ સ્વામી)ને તેમણે છેવટે શ્રીમદ્ રાજચંદ્ર | આશ્રમમાં આપ્યું હતું. દેશસેવામાં પણ તેમણે પોતાનો બનતો ફાળો આપ્યો છે.
(૧૧૮) પોપટલાલ મહોકમચંદ (જન્મ સં. ૧૯૨૫ના માગસર વ.૧૦, દેહત્યાગ આસો સુદ ૭, સં.૧૯૮૮).
અમદાવાદના મુમુક્ષુઓમાં મુખ્ય અને અગ્રણી શ્રી પોપટલાલ મહોકમચંદ શાહ તીવ્ર ક્ષયોપશમી અને શાસ્ત્રાભ્યાસી હતા. અમદાવાદમાં શાંતિસાગર મહારાજ તે વખતે શાસ્ત્રનિપુણ અને રૂઢિઘર્મથી વિમુખ, તત્ત્વશોઘક, સ્વતંત્ર વિચારક ગણાતા હતા. એમના સમાગમમાં પોપટલાલ આવેલા, પણ સત્ય શોઘવાની એમની જિજ્ઞાસા ત્યાં તૃપ્ત થયેલ નહીં. સં.૧૯૫૩માં તેમણે કલોલના શ્રી કુંવરજીભાઈ તથા ગોઘાવીના ભાઈ વનમાળીદાસ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર વિષે સાંભળ્યું; તથા વિશેષ માહિતી શ્રી લલ્લુજી મહારાજ અમદાવાદમાં કાંકરીઆ તળાવ તરફ બિરાજે છે ત્યાંથી મળશે એમ જાણી, તે તથા પૂજાભાઈ હીરાચંદ શ્રી લલ્લુજી મહારાજને મળ્યા.
Scanned by CamScanner