________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઘર્મનો માર્ગ બતાવી અવશેષ અઘાતીયા કર્મોનો ક્ષય કરી અત્તે સન્મેદશિખરો નિર્વાણ પામ્યા. પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રમાં વિસ્તારથી વર્ણવેલું છે.
શ્રીમજી પત્રાંક ૨૧-૧૦૫ માં લખે છે : “પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ-એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો.”
૧૧૩) પ્રીતમદાસ એમનો જન્મ બાવળા ગામમાં બારોટ જ્ઞાતિમાં વિ.સં.૧૭૭૪ થી ૧૭૮૦ના અરસામાં થયો હતો. પિતાનું નામ પ્રતાપસિંહ અને માતાનું નામ જેકુંવરબા હતું. એકદા તે ગામમાં રામાનંદી સાધુઓની જમાત આવેલી ત્યારે પ્રીતમદાસે ૧૧૫ વર્ષની ઉંમરમાં મહંત ભાઈદાસજી પાસેથી ગુરુમંત્ર લીઘેલો. વિ.સં.૧૮૧૭ માં તેઓ પહેલી વાર સંદેસર ગામમાં પઘાર્યા હતા અને છેવટે વિ.સં.૧૮૫૪ ના વૈશાખ વદ બારસને મધ્યાલે ત્યાં જ દેહત્યાગ કર્યો હતો.
એમના લગ્નજીવન વિષે સ્પષ્ટ પુરાવા નથી. કોઈ કહે છે કે તેમને નાનપણમાં | જ પરણાવેલા અને પત્ની પ્રેમાબાઈ બહુ જ કંકાસવાળી હતી. કંકાસ થાય ત્યારે તેઓ જાત્રા મિષે ડાકોર જતા રહેતા. ત્રીસ વર્ષની ઉંમરે એ સ્ત્રી મરી ગઈ. પછી બીજી સ્ત્રી પરણ્યા જે પાંત્રીસ વર્ષની ઉંમરે મરી ગઈ. પણ એમનું જીવન વિચારતાં લાગે છે કે જન્મથી જ અંઘ અને નાનપણથી જ બાવા બનેલાને કોણ પરણે? કહેવાનો આશય કે તેઓ પરણ્યા જ નહોતા.
એમના અંઘત્વ વિષે પણ બે મત પ્રવર્તે છે. કોઈ કહે છે કે તેઓ જન્મથી જ અંઘ હતા અને કોઈ એમ કહે છે કે તેઓ બાર વર્ષની વયે અંઘ થયા. સત્ય ગમે તે હો પણ તેઓ વૈરાગ્યવાન અને નિપુણ કવિ હતા. લહિયા પાસે તેઓ કવિતા લખાવતા. એમના દેહાવસાન પછી છ વર્ષે એમના શિષ્ય નારણદાસે એમના બઘા લખાણનો ઉતારો કર્યો અને અલગ અલગ હસ્તપ્રતોથી મેળવીને બધું લખાણ વ્યવસ્થિત કર્યું.
પ્રીતમદાસ સંદેસરમાં ૩૭ વર્ષ રહ્યા. એમનું મંદિર અને સમાધિ સંદેસરમાં આજે પણ છે. તેઓ “ચરોતરના સંત' કહેવાય છે. તેમના પદોમાં વૈરાગ્ય, પ્રભુભક્તિ અને વિશેષતઃ કૃષ્ણભક્તિ ઝળકે છે. એમનું બધું સાહિત્ય “સસ્તું સાહિત્યવર્ઘક | કાર્યાલય” તરફથી “શ્રી પ્રીતમદાસની વાણી' તરીકે પ્રગટ થયેલું છે. આ
લઘુરાજસ્વામીને શ્રીમદ્જીએ પ્રીતમદાસનો કક્કો મોઢે કરવાનું કહેલું જેની| પહેલી કડી આ છે –
'
કી
Scanned by CamScanner