________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
સહિત
ફર
સં.૧૯૫૫માં ફરી ઈડર ગયેલા તે વખતે શ્રી લઘુરાજસ્વામી (લલ્લુજીમુનિ) સાત મુનિઓની સાથે જે વાર્તાલાપ થયેલો તે પણ તે જ પ્રકરણમાં છપાયેલ છે. સં ૧૯૫૫ની સાલ પૂરી થતાં ડૉક્ટર પ્રાણજીવનદાસ નોકરી છોડી રંગૂનમાં
વેરાતનો ધંધો કરવા ગયા.
સં.૧૯૫૬માં શ્રીમદ્જીની તબીયત નરમ થઈ જવાથી ડૉક્ટર પાછા આવ્યા અને તેમની સેવામાં ઘણો વખત રહ્યા હતા. આખર વખતે રાજકોટમાં શ્રીમદ્ભુએ
પણ
પ્રાણજીવનદાસ હાજર હતા.
શ્રીમદ્ભુના અતિશયોની ડૉક્ટરને ખબર હતી. એક વખત કહેલું : “અમને દવાની અપેક્ષા નથી, સમભાવે પ્રારબ્ધ વેદીએ છીએ. શાત અશાતા બન્ને દેહનો ધર્મ છે. આત્મા એથી કેવળ ન્યારો છે. કોઈના પણ ચિત્તને વિક્ષેપ ન થાય તે માટે દવા લઈએ છીએ. તેથી અભક્ષ્ય ચીજો દવામાં ન આવે તેની કાળજી રાખશો.”
એક વખતે અમદાવાદમાં ડૉક્ટર પ્રાણજીવનદાસને શ્રી લલ્લુજી તથા શ્રી દેવકીર્ણજી સ્વામીને બતાવીને શ્રીમદ્જીએ જણાવેલું કે “આ ચોથા આરાના મુનિ સમાન છે, ચોથા આરાની વાનગી છે.” પછી ડૉક્ટરે પ્રમોદભાવે બન્નેને નમસ્કાર કર્યા હતા.
આત્મજ્ઞાની પુરુષની સેવાનો લાભ પરમ દુર્લભ છે. તે પ્રાપ્ત કરવા શ્રી પ્રાણજીવનદાસ સદ્ભાગી થયા હતા.
(૧૧૨) પાર્શ્વનાથ ભગવાન
ભગવાન પાર્શ્વનાથનો જન્મ વારાણસી નગરીના ઈક્ષ્વાકુવંશી રાજા અશ્વસેનને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ વામાદેવી હતું. તેઓ જન્મથી જ અવધિજ્ઞાનના ધારક હતા. તેઓ સ્વભાવે શાંત, અતિશય ગંભીર તથા વૈરાગી
હૃદયવાળા હતા.
એક દિવસે પાર્શ્વપ્રભુ પોતાના પ્રાસાદ ઉપર ચઢી નગરની શોભા જોતા હતા. તેટલામાં પુષ્પોના ઉપહાર વગેરેની છાબડીઓ લઈને નગર બહાર જતાં અનેક સ્ત્રીપુરુષોને તેમણે દીઠા, એટલે પાસે રહેલા લોકોને તેનું કારણ પૂછ્યું કે આજે કો મહોત્સવ છે કે જેથી આ લોકો ઘણા અલંકાર ધારણ કરી નગર બહાર જાય છે. એક માણસે ઉત્તર આપ્યો કે આ નગરીની બહાર કમઠ નામનો એક તાપસ આવ્યો છે. તે પંચાગ્નિ તપ તપે છે. તેથી આ લોકો તેના દર્શન અર્થે પૂજાની સામગ્રી લઈને જાય છે. તે સાંભળી કુતૂહલથી પાર્શ્વપ્રભુ પણ ત્યાં ગયા. ત્રણજ્ઞાનધારી પ્રભુએ ઉપયોગ દેતાં અગ્નિનાં કુંડમાંનાં કાષ્ઠમાં એક મોટા સર્પને બળતો જોયો તેથી
દયાળુ પ્રભુ બોલ્યા
Scanned by CamScanner