________________
SO
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત (૧૦૦) પ્રબોધશતક પ્રબોઘશતક વેદાંતનો ગ્રંથ જણાય છે. શ્રીમદ્જીએ ચિત્તની સ્થિરતા અર્થે કોહ મુમુક્ષુને આ ગ્રંથ મોકલ્યો હતો. તેઓશ્રી આ ગ્રંથના સંબંધમાં પોતે લખે છે કે
એમાંથી તમારે શું જાણવું જોઈએ તેનો તમારે વિચાર કરવો”..વિશેષ માટે જ પત્રાંક ૨૪૮
(૧૦૭) પ્રવચનસાર આ શાસ્ત્ર શ્રી કુંદકુંદાચાર્યની કૃતિ છે. આના પર શ્રી અમૃતચંદ્રાચાર્યું ગાથાઓના ભાવને યથાર્થ રીતે પ્રગટ કરતી સંસ્કૃત ટીકા કરી છે. બીજી સંસ્કૃત ટીકા શ્રીમાન જયસેનાચાર્યની છે જે અત્યંત સરલ તથા સુબોધિની છે. શ્રી પાંડે હેમરાજજીએ શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકાનો આઘાર લઈને હિંદીમાં અનુવાદ કર્યો છે..
આ ગ્રંથમાં મુમુક્ષુઓને અતિ ઉપયોગી ત્રણ અધિકાર છે. પ્રથમ જ્ઞાનાધિકાર છે. તેમાં જ્ઞાનસંબંધી વિવેચન કરીને અતીન્દ્રિય જ્ઞાન ઉપાદેય જણાવ્યું છે, તે સિવાય ! સર્વ દેય છે. બીજા અધિકારમાં જ્ઞાનવડે જણાતા શેય પદાર્થોનું કથન છે, તથા અધ્યાત્મ દ્રષ્ટિએ સ્વસમય-પરસમયની વિશદ વ્યાખ્યા છે. શેય પદાર્થોમાં જે રાગદ્વેષ થાય છે તે જ જીવને બંઘનું કારણ છે. ઇત્યાદિ ઘણું લખ્યું છે. એના સ્વાધ્યાયથી જ આ ગ્રંથની ઉપયોગિતા સમજી શકાય. ત્રીજા અધિકારમાં ચારિત્રને લગતું કથન છે. તે અધિકારની શરૂઆતમાં ચારિત્રનાં લક્ષણો વર્ણવીને આચાર્ય મહારાજ કહે છે કે મોક્ષમાર્ગનું મૂલ સાઘન આગમ-જ્ઞાન છે તે વિના કર્મનો ક્ષય કેમ થઈ શકે? આ ગ્રંથ “પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી છપાય છે.
(૧૦૮) પ્રવીણસાગર આ ગ્રંથમાં જુદા જુદા વિષયો પર ૮૪ લહરો (અધિકારો) છે. તેઓમાં નવરસ મૃગયા, સામુદ્રિક ચર્યા, કામવિહાર, સંગીતભેદ, નાયિકા ભેદ, નાડીભેદ, ઉપાલંભભેદ, ઋતુવર્ણન ઇત્યાદિ વિષયોનું સુંદર વર્ણન છે.
આ ગ્રંથ રાજકોટનાં કુંવર મહેરામણજીએ સં. ૧૮૩૮માં પ્રારંભ કરીને, પોતાના સાત મિત્રોની સહાયતાથી પૂર્ણ કર્યો હતો. પ્રવીણસાગરમાં રાજકુમારી સુજનબાએ મહેરામણજીને સંબોઘન કરીને અને મહેરામણજીએ રાજકુમારીને સંબોઘન કરી પદો લખ્યા છે. તે ગ્રંથમાંનું એક પદ આ પ્રમાણે છે -
मनको दुःख मनमें रखो, न करो वदन विलाप;
दुर्जन हरखे देखके, स्वजन धरे संताप. શ્રીમદ્જી આ ગ્રંથ વિષે પત્રાંક ૯ર માં લખે છે કે - “પ્રવીણસાગાર સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. નહીં તો અપ્રશસ્તછંદી ગ્રંથ છે.”
Scanned by CamScanner