________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૬૩
અહો ! આ કેવું અજ્ઞાન છે ! જે ધર્મમાં દયા નથી તે ધર્મ જ નથી. દયા વિના થર્મ હોઈ શકે જ નહીં. પશુની જેમ કદી કાયાના ક્લેશને ગમે તેટલો સહન કરો, પરંતુ ઘર્મતત્ત્વને સ્પર્શ કર્યા વિના નિર્દય એવા પ્રાણીને શી રીતે ધર્મ થાય ?’’
તે સાંભળી કમઠ બોલ્યો કે ‘રાજપુત્રો તો હાથી ઘોડા વગેરે ખેલાવી જાણે, તેઓ ઘર્મને શું સમજે? ધર્મ તો અમારા જેવા મહાત્માઓ જ જાણે.' તે સાંભળી પ્રભુએ સેવક પાસે કુંડમાંથી કાષ્ઠ કઢાવ્યો, અને તેને યતનાથી ફાડતાં તેમાંથી એક સર્પ નીકળ્યો. અગ્નિથી દાઝી ગયેલા તે સર્પને પ્રભુએ બીજા પુરુષો પાસે નમસ્કાર મંત્ર સંભળાવ્યો. તે નાગ મરણ પામીને ભુવનપતિમાં ઘ૨ણ નામે નાગરાજ થયો. આ બનાવ જોઈને કમઠ તાપસે વિશેષ તપ કરવા માંડ્યું, પણ અજ્ઞાનીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં પણ જ્ઞાન ક્યાંથી હોય? અનુક્રમે કમઠ તાપસ દેહ તજીને મેઘમાળી નામે હલકો દેવ થયો.
પાર્શ્વપ્રભુએ સંસારથી વૈરાગ્ય પામી કર્મને ક્ષય કરવાવાળી દીક્ષા ધારણ કરી. પ્રભુની સાથે ત્રણસો રાજાઓએ પણ દીક્ષા લીધી. ભગવાન નિર્ભય સિંહની જેમ આ પૃથ્વીમંડળ પર વિચરવા લાગ્યા.
એક વાર પાર્શ્વપ્રભુ એકાંત સ્થાનમાં ઘ્યાનમાં ઊભા હતા, ત્યારે કમઠ તાપસનો જીવ અવધિજ્ઞાનથી પૂર્વભવનો સર્વ વૃત્તાંત જાણી બૈર લેવાના અભિપ્રાયથી ત્યાં આવ્યો. ભગવાનને જોઈ તેના અંતરમાં અતિશય કોપાગ્નિ પ્રગટ થયો. તેઓને ધ્યાનથી ચલિત કરવા તેણે વિકરાળ દાઢવાળા સિંહો વિકર્ષ્યા, પર્વત જેવા કાળા અને ભયંકર હાથીઓ દેખાડ્યા, દૃષ્ટિથી વૃક્ષોને પણ બાળી નાખે તેવા ભયાનક સર્પો બતાવ્યા, જેના નેત્રોમાંથી જાણે અંગારા વરસતા હોય એવા અનેક રાક્ષસો વિકુર્વ્યા; પણ પ્રભુ આવા ઉપસર્ગોથી જરાય ચલાયમાન થયા નહીં. પછી થાકીને મેઘમાળીએ તીવ્ર પાણીનો વરસાદ વરસાવ્યો. અપાર જલરાશિમાં પણ પ્રભુ તો નાસિકાગ્ર દૃષ્ટિ રાખીને પૂર્વની જેમ જ સ્થિર ઊભા રહ્યા. છેવટે તે પાણી પાર્થપ્રભુની નાસિકા સુધી આવ્યું એટલે ઘરકેંદ્રનું વિમાન ચળાયમાન થયું. ત્યારે અવધિજ્ઞાનથી ધરણેન્દ્ર આ બધું જાણીને વેગપૂર્વક તે સ્થળે આવ્યો. પ્રભુને નમન કરીને તેઓના પગની નીચે એક વિશાળ સુવર્ણકમળ વિક્ર્યું અને પોતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને બે પડખાંને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુના માથે છત્ર ઘર્યું. તે | સમયે ધ્યાનમાં લીન થયેલા પ્રભુ નાગાઘિરાજ ઘરણેન્દ્ર ઉપર અને અપાર ઉપસર્ગ | કરનાર અસુર મેઘમાળી ઉપર સમભાવ ધારીને રહેલા હતા. છેવટે મેઘમાળી થાક્યો
અને
| સમકિત પામીને તે સ્વસ્થાનકે ગયો. ભગવાન કેવળજ્ઞાન પામી અનેક જીવોને ને પ્રભુના ચરણકમળમાં પડીને પોતાના અપરાધની ક્ષમા યાચી જિનભક્તિથી
Scanned by CamScanner