________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૬૫
કક્કા કર સદ્ગુરુનો સંગ, હૃદયકમળમાં લાગે રંગ અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પલાય; લિંગવાસના હોયે ભંગ, કક્કા કર સદ્ગુરુનો સંગ. (૧૧૪) પુદ્ગલ પરિવ્રાજક
આલંભિકા નગરીમાં શંખવન નામે ચૈત્ય હતું. તેની પાસે પુદ્ગલ નામે એક પરિવ્રાજક (સંન્યાસી) રહેતા હતા. તે ચાર વેદ તથા બ્રાહ્મણ ગ્રંથોમાં ખૂબ નિપુણ હતા. નિરંતર ઊંચો હાથ રાખીને તે તપ કરતા હતા. સરલ પ્રકૃતિને લીધે તેમને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. વિભંગ જ્ઞાન વડે તેઓ બ્રહ્મદેવલોકમાં રહેલા દેવોની સ્થિતિ જાણવા તથા જોવા લાગ્યા, ત્યાર પછી આતાપના ભૂમિથી નીચે ઊતરી નગરમાં આવીને લોકોને આ પ્રમાણે કહે છે “હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. દેવોની જઘન્ય આયુસ્થિતિ દશ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ આયુસ્થિતિ દશ સાગરોપમની છે. ત્યારપછી દેવો તથા દેવલોકો બુચ્છિન્ન થાય છે.’
કેટલાક દિવસ પછી ત્યાં ભગવાન મહાવીર પધાર્યા અને શ્રી ગૌતમસ્વામી ભિક્ષાચર્યાએ ગયા. માર્ગમાં લોકોની પાસેથી તે પ્રકારના વાક્યો સાંભળીને ભગવાન પાસે પાછા આવ્યા અને પુદ્ગલ પરિવ્રાજકની પ્રરૂપણાના સંબંધમાં ભગવાનને પૂછ્યું. ભગવાને યથાર્થ ઉત્તર દીધો. પુદ્ગલને તે ઉત્તરની ખબર પડી ને પોતાના જ્ઞાનમાં શંકા પડવાથી તે ભગવાન પાસે ગયા અને દીક્ષિત થઈને તપ કરવા લાગ્યા. અંતે તેઓ વાસ્તવિક સુખને પામ્યા. (૧૧૫) પુરુષાર્થસિદ્ધયુપાય
આ ગ્રંથના કર્તા શ્રી અમૃતચંદ્રાચાર્ય છે. તેઓશ્રી વિક્રમ સંવત ૯૬૨માં વિદ્યમાન હતા. આ ગ્રંથ એમની એક સ્વતંત્ર કૃતિ છે. એમાં અહિંસા તત્ત્વનું કે જે તત્ત્વ જૈન તથા જૈનેતરોને સમાન રીતે માન્ય છે તેનું બહુ સૂક્ષ્મ વિવેચન કરેલું છે. અહિંસા સંબંધી આટલું સૂક્ષ્મ વિવેચન અન્ય ગ્રંથોમાં પ્રાયે મળતું નથી.
ગ્રંથકર્તા આ ગ્રંથના ત્રણ વિભાગ પાડે છે. પ્રથમ વિભાગમાં સમ્યગ્દર્શન, બીજામાં સમ્યજ્ઞાન તથા ત્રીજામાં સમ્યક્ચારિત્રનું કથન છે.
પ્રથમના બે અધિકારો નાના છે, પણ સમ્યક્ચારિત્ર સંબંઘી અધિકાર બહુ વિસ્તીર્ણ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પછી જીવને ચારિત્રની આવશ્યકતા રહે છે, કારણ કે ત્રણેની એકતા વિના મોક્ષમાર્ગ નથી. તેથી આચાર્ય ચારિત્રના બે (દેશવિરતિ, સર્વવિરતિ) ભેદ પાડી અહિંસાનું અત્યંત સૂક્ષ્મ કથન કરતાં કહે છે કે પાંચે પાપોનો ત્યાગ એ એક ભગવતી અહિંસાની રક્ષા માટે જ છે. રાગદ્વેષની
Scanned by CamScanner