________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
૫૮
પ્રકાશિત થઈ ચૂક્યો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયો છે. આ ગ્રંથમાં આચાર્ય એક સ્થળે સમ્યક્ત્વપ્રાપ્તિની દુર્લભતા બતાવતા લખે છે કે—“હે ભાઈ, કાળ અનાદિ છે. જીવ પણ અનાદિ છે. પણ આ જીવને દીર્ઘ સંસાર પરિભ્રમણમાં શ્રી જિનેન્દ્ર ભગવાનનો યોગ તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ એટલે આ બે વસ્તુઓ દુર્લભ છે.” (૧૦૨) પરદેશી રાજા
પરદેશીરાજાની કથા રાયપસેણીય સૂત્રમાં છે. રાજા પોતાની પ્રથમ અવસ્થામાં નાસ્તિક તથા અધર્મી હતો. એક વાર આ રાજાનો મંત્રી શ્રાવસ્તી નગરીએ ગયેલ ત્યાં તેણે કેશી સ્વામીના દર્શન કર્યા અને તેઓને પોતાની નગરીએ આવવાનું કહ્યું. અનુક્રમે વિહાર કરતા કેશી સ્વામી પરદેશી રાજાની નગરીમાં ઉદ્યાનમાં આવીને થર્મોપદેશ કરવા લાગ્યા. તે સમયે મંત્રી સહિત રાજા પણ તે જ માર્ગે બહાર જતા હતા. કેશીસ્વામીનો અવાજ સાંભળી રાજાએ કહ્યું, આ કોણ બરાડા પાડે છે. પછી મંત્રીના કહેવાથી બન્ને જણા કેશીસ્વામી પાસે ગયા. મંત્રી નમ્યો, રાજા અક્કડ થઈને ઊભો રહ્યો. તેનું આવું અક્કડપણું જોઈને કેશીસ્વામીને દયા આવી. તેથી તેઓએ રાજાને આત્માનું કલ્યાણ થાય એવો ઉપદેશ આપ્યો. રાજાએ અનેક પ્રશ્નો પૂછ્યા, બધાનું સમાધાન થવાથી રાજાનું ચિત્ત સંતોષ પામ્યું અને તે એકદમ ધર્મિષ્ઠ થઈ ગયો. તેથી તેની રાણી સૂચીકાંતાએ પોતાના સ્વાર્થનો ભંગ થવાથી તેને ભોજનમાં વિષ આપ્યું તેથી તે સમાધિપૂર્વક દેહત્યાગ કરીને દેવપણે ઉત્પન્ન થયો. પછી મોટી વિભૂતિ સહિત ભગવાન મહાવીરના દર્શન કરીને પોતાનો જન્મ સફળ કરીને પાછો દેવલોકે ગયો. સત્સંગથી માણસ પાપનો ત્યાગ કરીને ધર્માત્મા બની જાય છે. (૧૦૩) પર્વત (જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ – ૨૩) (૧૦૪) પરીક્ષિત
શ્રી કૃષ્ણના મરણના સમાચાર સાંભળી પાંડવો મહાદુઃખી થઈને હસ્તિનાપુરનું રાજ્ય પરીક્ષિતને આપીને હિમાલય ભણી ચાલ્યા ગયા.
એક દિવસે પરીક્ષિત રાજા શિકાર કરવા જતા હતા. માર્ગમાં એણે જોયું કે એક ગાય અને એક બળદ ભયથી ત્રાસ પામીને દોડતા આવે છે. તેની પાછળ કોઈ એક શુદ્ર સાંબેલું લઈને ચાલ્યો આવે છે.
રાજાએ શૂદ્રને પૂછ્યું, અરે ! તું કોણ છે? તું પોતાનું નામ કહે. ગાય તથા બળદને શા માટે સતાવે છે? એમ કહીને રાજાએ પછી ગાય અને બળદને પણ બોલાવ્યા અને હકીકત પૂછી.
Scanned by CamScanner