________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય છે. મતિજ્ઞાનના ભેદો બતાવતાં સૂત્રકારે–ત્પત્તિકી. વૈયિકી, કર્મજા અને
- પ૭ કામિકા એમ ચાર પ્રકારની બુદ્ધિ કહીને તેનું સાષ્ટાંત સુંદર વર્ણન કર્યું છે.
(૯૯) પતંજલિ યોગવેત્તા પતંજલિ ક્યારે થયા તથા ક્યાંના રહેવાસી હતા, એ સંબંધમાં કંઈ નિશ્ચિત કહી શકાતું નથી. પતંજલિ આઘુનિક યોગસૂત્રોના રચયિતા મનાય છે. જલિનું “પાતંજલ યોગદર્શન” સંસારભરમાં જાણીતું છે. પતંજલિના સૂત્રો પર
તમાં વિવિધ વ્યાખ્યાનો થયા છે. તેમાંથી સૌથી પ્રઘાન તો ભાષ્ય છે. એ ભાષ્ય વ્યાસનું કરેલું કહેવાય છે.
(૧૦૦) પદ્મનંદિ પંચવિંશતિકા આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથ શ્રી પદ્મનંદી આચાર્યનો બનાવેલો છે. આ આચાર્ય શ્રી વીરગંદીના શિષ્ય હતા, એમ એમના ગ્રંથના શ્લોકો પરથી જણાય છે. આ ગ્રંથમાં ૨૦ અધિકારો છે. સંભવ છે કે પહેલાં પચીસ હશે, પછી એક ઉમેરવામાં આવ્યો હોય. કારણ કે પંચવિંશતિકા'નો અર્થ પચીસ અધિકારવાળું પુસ્તક થાય છે, અને એમાં તો છવીસ છે. ગ્રંથ વૈરાગ્યપોષક છે. એના વાંચનથી આત્માને ઘણી શાંતિ મળે છે. પ્રત્યેક અઘિકારમાં આચાર્યે ઉપદેશની અપૂર્વ ઘારા વહાવી છે. એમાં એક નિશ્ચય પંચાશત છે, તેના દરેક શ્લોકમાં આત્માનો બોધ આપેલો છે.
આ ગ્રંથનો હિંદી અનુવાદ સ્વ. પં.ગજાઘરલાલજી શાસ્ત્રીએ કર્યો છે જે ભારતી ભવન, વારાણસીથી સન્ ૧૯૧૪માં પ્રસિદ્ધ થયો છે. પછી જીવરાજ જૈન ગ્રંથમાલા, શોલાપુર તરફથી શ્રી બાલચંદ્ર સિદ્ધાંતશાસ્ત્રી કૃત હિંદી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે. આ ગ્રંથનો મરાઠી અનુવાદ પણ થયો છે. પણ ખેદ છે કે આવા અપૂર્વ ગ્રંથનું હજી સુધી કોઈ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ થયું નથી. - શ્રીમજી પત્રાંક ૮૮૯ માં આ ગ્રંથને વનવાસી શાસ્ત્ર' તરીકે વર્ણવે છે અને પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇંદ્રિયપણે મનન કરવાથી અમૃત છે' એમ લખે છે.
(૧૦૧) પરમાત્મ પ્રકાશ આ ગ્રંથના મૂળ કર્તા શ્રી યોગીન્દ્ર (યોગીન્દુ) દેવ છે. તેઓએ શ્રી પ્રભાકર ( ભટ્ટના પૂછવાથી “જગતના જીવોનું હિત કેવી રીતે થાય?” તેના ઉત્તરરૂપે અપભ્રંશ ભાષામાં આ શાસ્ત્ર બનાવ્યું છે.
ગાથાઓ સરળ તથા ભાવવાહી છે. ગ્રંથની શરૂઆતથી નિશ્ચયનયનું કથન છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા આદિનું એમાં ઉત્તમ રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે. ગ્રંથ મનન કરવા યોગ્ય છે. એના પર શ્રી બ્રહ્મદેવની સંસ્કૃત ટીકા તથા I "દલિતરામજીની હિંદી ટીકા છે. આ ગ્રંથ શ્રી પરમકૃત પ્રભાવક મંડળ તરફથી
Scanned by CamScanner