________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
પ૯ -બળદે કહ્યું, મહારાજ! હું ઘર્માવતાર છું અને આ વિકરાળ મુખવાળો જે સામ 5 છે તે કળિયુગ છે. એના આવવાથી હું નાસી જઉં છું. ગાય બોલી, હું પૃથ્વી છુ. ળિયુગમાં થનાર શુદ્ર રાજાઓનો ભાર સહન નહીં કરી શકવાથી હું નાસી જાઉં છું.
તે સાંભળીને રાજાએ કલિયુગને મારવા તલવાર કાઢી. કલિયુગે દીનતાપૂર્વક ક મહારાજ! આપ મારા પર દયા કરો, હું પણ આપના શરણે આવ્યો છું. માટે અને રહેવા કોઈ સ્થળ બતાવો.
પરીક્ષિત રાજાએ કહ્યું-જુગાર, અસત્ય, માન, વેશ્યાગૃહ, હિંસા, ચોરી તથા સોના આદિમાં રહેવાની હું તને આજ્ઞા કરું છું.
કેટલાક સમય પછી એક દિવસે પરીક્ષિત રાજા ફરી શિકાર કરવા નીકળ્યો. માથે સોનાનો મુકુટ શોભતો હતો. રાજાને તાપને લીધે અતિશય તરસ લાગી, તેથી પાણીની શોઘમાં આમતેમ ફરતા રાજાએ ધ્યાનસ્થ લોમસ ઋષિને જોયા. મુકુટમાં રહેલા કલિને લીધે રાજાની બુદ્ધિ ફરી. તરત જ રાજાએ તેને ઢોંગી તથા પાખંડી માનીને એક મૃત સર્પ મુનિના ગળામાં નાખી દીધો. આ દુષ્કૃત્ય કર્યા પછી રાજા ઘેર | ગયો ત્યારે કંઈ સન્મતિ આવી. તેને ઘણો ખેદ થયો. શૃંગી ઋષિએ પરીક્ષિતને શાપ | આપ્યો કે આજથી સાતમા દિવસે સાપ નાખનારને તક્ષક નાગ કરવો. ત્યાર પછી શૃંગીએ પોતાના બાપના ગલામાંથી નાગ કાઢી નાખીને કહ્યું કે મેં રાજાને શાપ આપ્યો છે. તે સાંભળી ઋષિ ખેદસહિત બોલ્યા કે તેં આ ઉચિત નથી કર્યું. | મહાત્માઓ ક્ષમાશીલ હોય છે. હવે તું રાજાને એ વાત કહી આવ. શાપની વાત | જાણીને પરીક્ષિત સંસારથી વૈરાગ્ય પામી પોતાના પુત્ર જનમેજયને રાજ્ય આપી ગંગાકિનારે જઈને સ્થિત રહ્યા. ત્યાં ઘણા મહાત્માઓ આવી એકત્ર મળ્યા. શ્રી શુકદેવજીએ શ્રીમદ્ ભાગવત્ સંભળાવી તેને સમાધિમરણ કરાવ્યું.
- (૧૦૫) પ્રવચનસારોદ્ધાર આ ગ્રંથ શ્વેતાંબર આચાર્ય શ્રી નેમિચંદ્રસૂરિનો બનાવેલો છે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથના અભ્યાસ પરથી એમ જણાય છે કે ગ્રંથકાર જૈન સિદ્ધાંતના
તથા મહાન જાણકાર હતા. એની સંસ્કૃત ટીકા પણ છે જે જામનગરથી રીત થઈ ચૂકી છે. આમાં ર૭૯ દ્વાર છે જે કારોમાં જૈન ઘર્મના મુખ્ય મુખ્ય
સિદ્ધાંતો આવી જાય છે.
શ્રી જંબુસ્વામી પછી દશ નિર્વાણી વસ્તુઓના વિચ્છેદ તથા જિનકલ્પ આદિનું
આમાં કથન છે.
Scanned by CamScanner