________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૫૫
તેઓ ગામઠી શાળામાં થોડું ઘણું શિક્ષણ પામ્યા હતા. લોકોનું કહેવું છે કે નિરાંત દર પૂનમે ડાકોર જતા હતા. એક વાર એમને માર્ગમાં એક મુસલમાન મળ્યો અને તે બોલ્યો કે—‘ઈશ્વર તમારી પાસે જ છે. તમે હાથમાં તુલસી લઈને શું શોધતા ફરો છો?' એમ તેણે તેમને સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિ તરફ વાળ્યા હતા. બીજા મત પ્રમાણે ગોપાળદાસ નામના રામાનંદી સાધુ પાસેથી ‘નામ’ ઉપદેશ મેળવી તેઓ જ્ઞાની બન્યા હતા. એમના એક શિષ્ય બાપુ સાહેબ ગાયકવાડનું નિમ્ન કાવ્ય બહુ પ્રસિદ્ધ છે :
શાંતિ પમાડે તેને તો સંત કહીએ, હાંરે તેના દાસના દાસ થઈ રહીએ.
તેમણે લગભગ સોળ શિષ્યોને ઉપદેશ કરવાનો અધિકાર આપ્યો હતો. આજે પણ નિરાંત મહારાજની ગુરુગાદીઓ ઘણા ગામોમાં છે. તેઓ પોતે સંયમી જીવન જીવ્યા અને નિષ્કામભાવે પોતાના કર્તવ્યોમાં રત રહ્યા. તેઓ લખે છે :
મને સદ્ગુરુ મળિયા પૂરા રે, અગમ નિગમની ગમ લાઘી; મેં જ્ઞાને શબ્દ વલોવ્યો રે, તત્ત્વરૂપની તર બાઝી. જ્ઞાન અને ભક્તિના પદોની સાથે રાધા-કૃષ્ણની લીલાઓના પદોની પણ તેમણે રચના કરી છે. શ્રીમદ્ભુજીએ એમને યોગી (પરમ યોગ્યતાવાળા) ગણ્યા છે. (૯૭) નેપોલિયન બોનાપાર્ટ
ભૂમધ્ય સમુદ્રમાં કોર્સિકા નામે ટાપુ છે. એ ટાપુના ઍજેશિયા નામે ગામમાં એક વકીલને ઘેર નેપોલિયનનો જન્મ થયો હતો. એના બાપદાદા તો ઈટાલીના રહીશ હતા. પરંતુ તેઓ ફ્રાંસની દક્ષિણે આવેલા કોર્સિકા ટાપુમાં વસ્યા હતા. બાળક નેપોલિયન ઠીંગણો અને એકવડા બાંધાનો હતો. આ બુદ્ધિશાળી બાળકને શાળામાં ભણવાનું ગમતું નહીં, લડાઈની વાતો સાંભળવામાં મઝા પડતી.
પ્લુટાર્કે લખેલાં રોમ અને ગ્રીસના મહાપુરુષોનાં જીવનચરિત્રોએ એના મન પર ઊંડી છાપ પાડી. મહાન સિકંદરની પેઠે વિશાળ મુલક જીતવાના સ્વપ્નો એ સેવવા લાગ્યો. શાળામાં પણ એ ભૂતકાલમાં થયેલાં યુદ્ધોનો નાટ્ય પ્રયોગ કરતો. પછી એ લશ્કરી નોકરીમાં જોડાયો ને ઉત્તરોત્તર વધતાં વધતાં તે એક નામદાર સેનાપતિ થયો અને પછી ફ્રાંસનો સમ્રાટ થયો. અનુક્રમે એ યૂરોપનો સમ્રાટ બન્યો એટલે એની મહત્ત્વાકાંક્ષા ખૂબ વધવા માંડી. ઇંગ્લૅન્ડે ભૂમધ્ય સમુદ્રમાં આવેલો માલ્ટા ટાપુ એને આપ્યો નહીં. તેથી ગુસ્સે થઈને નેપોલિયને બ્રિટિશ એલચીને ભરસભામાં બોલાવીને કહ્યું કે “જો હું તરવાર ખેંચીશ તો પછી બ્રિટનને કચડી નાખ્યા વિના તે મ્યાન કરીશ નહીં.’” તો પણ ઇંગ્લૅન્ડે નમતું આપ્યું નહીં. નેપોલિયન લડવાની તૈયારી કરે તે પહેલાં ઇંગ્લૅન્ડે ફ્રાંસ સામે લડાઈ જાહેર કરી.
Scanned by CamScanner